ગ્લોબલ સ્ટાર દીપિકા પાદુકોણ

Dec 06, 2022

Mansi Bhuva

દીપિકા પાદુકોણ હંમેશા લોકો વચ્ચે ચર્ચિત રહે છે. 

આ વખતે દીપિકા પાદુકોણ ફીફા વર્લ્ડ કપ 2022ને કારણે ચર્ચામાં છે. 

દીપિકા પાદુકોણ ફીફા વર્લ્ડ કપની ટ્રોફીના અનાવરણ માટે હાજર રહેશે.

ખાસ વાત એ છે કે, ફીફાના ઈતિહાસમાં આ દુર્લભ મોકો હશે જેમાં કોઈ ભારતીય અથવા આંતરરાષ્ટ્રીય એક્ટરને આ સન્માન મળશે.

સૂત્રો અનુસાર, દીપિકા ખચોખચ ભરેલા સ્ટેડિયમમાં ટ્રોફીનું અનાવરણ કરશે. ત્યારે ફીફા વર્લ્ડ કપની ફાઈનલ 18 ડિસેમ્બર 2022એ કતરમાં લુસૈલ આઈકૉન સ્ટેડિયમમાં થશે.

તાજેતરમાં દીપિકા પાદુકોણને મુંબઈ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી. તેણી આસામમાં 'ફાઈટર'નું શૂટિંગ પૂર્ણ કરીને ભારત પરત ફરી હતી.

રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં તેણી 'પઠાન'ના બીજા શેડ્યૂલનું શૂટિંગ કરશે. 'પઠાન' જાન્યુઆરી 2023માં રિલીઝ થશે.

દીપિકાની આવનારી અન્ય ફિલ્મોમાં રોહિત શેટ્ટીની 'સર્કસ' છે જેમાં તેણી કેમિયો કરી રહી છે. ફિલ્મ 'પઠાન'માં દીપિકા સાથે શાહરુખ અને જૉન અબ્રાહમ પણ છે.

શાહરૂખ ખાન આ ફિલ્મના માધ્યમથી ફિલ્મી દુનિયામાં 4 વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે.