વર્ષ 2022માં બોલિવૂડની દિગ્ગજ સેલિબ્રટીઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ છે. ત્યારે આ વર્ષ તેમને જીવનભર યાદ રહેશે. 

Dec 26, 2022

Mansi Bhuva

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માટે આ વર્ષ બેહદ ખાસ છે. આ  વર્ષે આ સ્ટાર જોડીએ સપ્તપદીના વચન લીધા હતા. તેમજ આલિયાએ તાજેતરમાં જ પુત્રીને જન્મ આપ્યો છે. આ સાથે નવયુગલ એક દીકરીના માતા-પિતા બની ગયા છે.

27 જાન્યુઆરીએ અભિનેત્રી મૌની રોય અને દુબઈમાં રહેતા તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયારના લગ્ન થયા હતા. આ કપલ 2019થી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.

હંસિકા મોટવાનીની વાત કરીએ તો તેણે પણ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સાથે ધામધૂમથી લગ્ન કર્યા છે.

અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક કરિશ્મા તન્નાએ મુંબઈના સફળ રિયલ એસ્ટેટ રોકાણકાર વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતાં.

રિચા ચઢ્ઢા અને અલી ફઝલે આ વર્ષે ત્રણ અલગ-અલગ રાજ્યો-મુંબઈ, લખનૌ અને દિલ્હીમાં વેડિંગ ફંક્શન અને રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જોકે બંનેએ 2.5 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 2018માં ડેટિંગ શરૂ કરી હતી. ચાર વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ પોતાના લગ્નની જાહેરાત કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા. 19 ફેબ્રુઆરીના રોજ, દંપતીએ તેમના નજીકના લોકોની સામે સગાઈ કર્યા પછી ખંડાલામાં ફરહાનના ફાર્મહાઉસમાં એક નાના સમારંભમાં લગ્ન કર્યા.