વર્ષ  2022 સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબ સારું રહ્યુ છે.

Dec 29, 2022

Mansi Bhuva

સામંથા રૂથ પ્રભુ આ વર્ષની સુપરહિટ ફિલ્મ 'પુષ્પા'માં આઇટમ સોન્ગ કરી ખુબ ચર્ચામાં રહી છે. ઓ અંટાવા આઇટમ સોન્ગે તેને પેન ઇન્ડિયા સ્તરે ફેમસ કરી.

સામંથા બાદ નયનતારા તેના લગ્નને લઇ પણ ખુબ ચર્ચામાં રહી છે. આ સાથે તેણે આ વર્ષમાં જ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જેના કારણે તે ખુબ જ ચર્ચામાં રહી છે.  

રશ્મિકા મંદાના પણ ખુબ ચર્ચામાં રહી છે. તેની ફિલ્મ 'પુષ્પા' બોક્સઓફિસ પર સુપર-ડૂબર રહી છે. રશ્મિકાએ આ વર્ષે  ફિલ્મ 'ગુડબાય'થી બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું. રશ્મિકા સાઉથ એક્ટર વિજય દેવરકોંડા સંગ રિલેનશિપને લઇ ખુબ ચર્ચામાં રહે છે. જો કે બંનેમાંથી કોઇએ તેમની રિલેશનશીપ વિશે સત્તાવાર જાહેરાત કરી નથી.

કન્નડ અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી પણ આ વર્ષે ખુબ ચર્ચામાં રહી છે. તેની ફિલ્મ કેજીએફ 2એ આ વર્ષે 11,00 કરોડ રૂપિયાથી વધુ વેપાર કરી લોકોને ચકિત કરી દીધા છે.

હંસિકા મોટવાની થોડા ટાઇમ પહેલાં જ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાઇ છે. આ કારણે તે ખુબ ચર્ચામાં રહી છે.