Oct 04, 2024

Govinda | ગોવિંદા હોસ્પિટલથી ઘરે, ચાહકો માટે હાથ જોડ્યા

Shivani Chauhan

અભિનેતા ગોવિંદા (Govinda) ને આજે શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તે મીડિયા અને ચાહકોને મળ્યો અને હાથ જોડીને તેનો આભાર વ્યક્ત કર્યો હતો. ગોવિંદા કહે છે 'હું દરેકનો આભાર માનવા માંગુ છું. ડોકટરો, પોલીસ, એડમિનિસ્ટ્રેશનનો મારા માટે પ્રાર્થના કરનારા બધાનો આભાર. જેઓ મને ખૂબ પ્રેમ કરે છે તે તમામનો આભાર. હું હવે ઠીક છું, સલામત છું'.

Source: social-media

એક્ટરને આકસ્મિક રીતે તેની પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી વાગી હતી. તેઓ મંગળવારથી હોસ્પિટલમાં દાખલ હતા.

Source: social-media

જો કે આજે તેને રજા આપી દેવામાં આવી છે અને ચાર દિવસ બાદ ઘરે પરત ફરી રહ્યા છે. અભિનેતાને વ્હીલ ચેર પર બહાર લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તે હસતા-હસતા ચાહકોને મળ્યા હતા.

Source: social-media

ગોવિંદાને સુરક્ષિત જોઈને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એક તરફ મીડિયાના સવાલો અને બીજી બાજુ ચાહકોનો શોરબકોર. દરમિયાન 'આઈ લવ યુ ચીચી, આઈ લવ યુ ગોવિંદા'ના અવાજો ગુંજી ઉઠ્યા હતા.

Source: social-media

ગોવિંદાએ તેના ચાહકોને ફ્લાઈંગ કિસ પણ આપી અને પછી હાથ જોડીને તેમનો આભાર માન્યો હતો. ગોવિંદા ચાહકોનો પ્રેમ જોઈને અભિભૂત થઈ ગયો હતો.

Source: social-media

ગોવિંદા હોસ્પિટલમાં દાખલ થયો હતો, ત્યારે ગોવિંદાની પત્નીએ આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 'મારા પતિ સુરક્ષિત રીતે ઘરે જઈ રહ્યા છે તે જાણીને તેનાથી વધુ સારા ન્યુઝ શું હોઈ શકે.'તેની પત્નીએ વધુમાં ઉમેર્યું કે તબિયત પણ એકદમ ઠીક છે. થોડા દિવસોમાં ડાન્સિંગ અને સિંગિંગ ફરી શરૂ થશે. દરેકના આશીર્વાદ છે. તે માતા રાણીના આશીર્વાદ છે.

Source: social-media

સર્વત્ર પૂજા-અર્ચના ચાલી રહી હતી. બધું બરાબર છે. સાહેબ હવે જલ્દી કામ શરૂ કરશે. સુનીતાએ એ પણ જણાવ્યું કે ડોક્ટરોએ ગોવિંદાને છ અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે.

Source: social-media