વેકેશન

ગુજરાતના પ્રખ્યાત હિલ સ્ટેશન, જ્યાં મળશે ગરમીમાં રાહત અને મનને શાંતિ

May 09, 2023

Ajay Saroya

ગુજરાતમાં ઘણા બધા હિલ સ્ટેશન આવેલા છે, જ્યાં તમને મનમોહક કુદરતી વાતાવરણ વચ્ચે આગઝરતી ગરમીમાં ઠંડકનો અનુભવ અને મનને શાંતિ મળશે. 

વિલ્સન હિલ

ધરમપુર જિલ્લાનું વિલ્સન હિલ્સ એક નાનું અને છતાં ગુજરાતના અદભૂત હિલ સ્ટેશનો પૈકીનું એક છે.

સાપુતારા 

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા લોકપ્રિય હિલ સ્ટેશન છે.

ડોન હિલ સ્ટેશન

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું ડોન હિલ સ્ટેશન અત્યંત સુંદર અને અદભૂત હિલ સ્ટેશન છે.

પાવાગઢ

વડોદરાની નજીક આવેલું આ હિલ સ્ટેશન ધાર્મિક યાત્રાની સાથે વન-ડે પિકનિક માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.

માઉન્ટ આબુ

રાજસ્થાનમાં આવેલુ માઉન્ટ આબુએ ગુજરાતીઓનું સૌથી મનપસંદ હિલ સ્ટેશન છે. અહીના પર્વતો, હરિયાળી અને શાંત વાતાવરણ, સુર્યોદય તેમજ સુર્યાસ્તના દ્રશ્યો તમારું મન મોહી લેશે.     

 (photo: Rajasthan tourism)

પોલો ફોરેસ્ટ

ગુજરાતમાં ઇડરની નજીક આવેલું પોલો ફોરેસ્ટ પણ વન-ડે પિકનિક કે નાઇટ સ્ટે સાથેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે. સુંદર ટેકરીઓ, હરણાવ નદી અને ઐતિહાસિક સ્થાપત્યો ટુરિસ્ટને અદભૂત અનુભવ કરાવે છે.

   (All photo: Gujarat tourism)

તારંગા હિલ સ્ટેશન

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું તારંગા હિલ સ્ટેશન પણ ફરવા માટેનું એક સારું સ્થળ છે. અહીંયા સુંદર કુદરતી દ્રશ્યોની સાથે સાથે ઐતિહાસિક સ્માસ્કો પણ તમને જોવા મળશે.