તારક મહેતા ફેમ સોઢી ઉર્ફ ગુરૂચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે. આ કેસ હવે વધુ ગુંચવાય ગયો છે. ત્યારે આ કેસમાં દિલ્હી પોલીસે એક ઘટસ્ફોટ કર્યો છે

May 10, 2024, 02:59 PM

અભિનેતા 22 એપ્રિલની સવારે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો. દિલ્હી એરપોર્ટથી મુંબઈની 8.30 વાગ્યે તેની ફ્લાઈટ હતી પરંતુ તેણે ન તો ફ્લાઈટ લીધી કે ન તો મુંબઈ પહોંચ્યા

પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

હાલમાં સોઢી ગુમ થવાના કેસમાં પોલીસે ઘટસ્ફોટ કર્યો હતો કે, ગુરુચરણ સિંહ 10 થી વધુ બેંક એકાઉન્ટ્સ ઓપરેટ કરી રહ્યા હતા. ત્યારે કેસની પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી હતી કે તેનો ધર્મ તરફ ઝુકાવ વધી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, ગુરુચરણે ઘણા બેંક એકાઉન્ટ્સ મેન્ટેન કરી રાખ્યા હતા

ગુરુચરણ સિંહના એક કરતા વધુ જીમેલ એકાઉન્ટ હોવાનું પણ જાણવા મળ્યું છે

મીડિયા અહેવાલ અનુસાર, ગુરૂચરણ સિંહે તેના ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડીને બીજા કાર્ડનાં બેલેન્સની ચુકવણી કરી હતી

વિજય દેવરકોંડા આજે કરોડોનો માલિક, એક સમયે ટ્યુશન ટીચર હતો