બપ્પી દાએ માત્ર 17 વર્ષની ઉંમરે બંગાળી ફિલ્મ 'દાદુ'થી સંગીતકારની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 1983માં રીલિઝ થયેલી મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ 'ડિસ્કો ડાન્સર' તેની કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ. જેમાં તેના 'હું ડિસ્કો ડાન્સર', 'જીમી જીમી આ જા' જેવા ડિસ્કો ગીતો આજે પણ દર્શકોને ખુબ પસંદ છે. આ સિવાય 'તમ્મા તમ્મા લોગે', 'દે દે પ્યાર દે', 'રાત બાકી બાત બાકી', 'આજ રાપટ જાયે', ઉ લા લા', 'ઇંતહા હો ગયી ઇન્તેઝાર કી' જેવા ગીતોએ તેને લોકપ્રિય બનાવ્યા.