દિન પ્રતિદિન ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધી રહ્યો છે. આ વર્ષે માધુરી દીક્ષિત, અજય દેવગણ જેવા દિગ્ગજ કલાકારોએ ઓટીટી પર આગમન કર્યું.

Dec 26, 2022

Mansi Bhuva

વર્ષ 2023 પણ વેબ સીરિઝના રસિયાઓ માટે  મનોરંજનથી ભરપૂર રહેશે. નવા વર્ષમાં ફેમસ ડિરેક્ટર્સ રોહિત શેટ્ટી અને સંજય લીલા ભણસાલી ઓટીટી પર ડેબ્યૂ કરી રહ્યા છે.

હંસલ મહેતા મહાત્મા 'ગાંધી' પર ગાંધી નામની વેબ સીરિઝ બનાવી રહ્યા છે. આ વેબ સીરિઝમાં ગાંઘી બાપૂનું પાત્ર  ગુજરાતના દિગ્ગજ કલાકાર પ્રતીક ગાંધી નિભાવશે. આ સીરિઝ વર્ષ 2023માં રિલીઝ થશે.

મનોજ બાજપેયીની સીરિઝ ધ ફેમિલી મેન 3 પણ વર્ષ 2023માં જ રિલીઝ થશે.

વર્ષ 2023માં શાહિદ કપૂર પણ OTT ડેબ્યૂ કરશે. તે ક્રાઈમ થ્રિલર વેબ સીરીઝ 'ફરઝી'માં નજર આવશે.

મિર્ઝાપુરની પ્રથમ બે સિઝનને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. વર્ષ 2023માં મિર્ઝાપુરની ત્રીજી સીરિઝ ફરી ધૂમ મચાવશે.

પ્રખ્યાત YouTuber ભુવન બામ પણ 2023માં OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરશે. તેની પ્રથમ વેબ સીરિઝ 'તાઝા ખબર' હશે.

રોહિત શેટ્ટી પોલીસ ફોર્સ પર વેબ સિરીઝ બનાવી રહ્યો છે. ભારતીય પોલીસ દળ નામની આ શ્રેણીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે.