Jan 29, 2025
કરણ જોહર (Karan Johar) નેપોટિઝ્મના આરોપોમાં ઘેરાયેલો છે. કરણ તે વાતને લઈને ફરી ચર્ચામાં આવી ગયો છે, તે ફરી એક સ્ટાર કિડને ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે.
કરણ આ વખતે તેઓ સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહીમ અલી ખાન પર સટ્ટો લગાવી રહ્યો છે. તેણે પોતે તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે.
કરણ જોહરે આજે બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી, જેમાં ઈબ્રાહિમની ઘણી તસવીરો શેર કરતી વખતે તેણે એક નોટ લખી છે અને તેના ડેબ્યૂ વિશે માહિતી આપી છે.
આ પોસ્ટ શેર કરતા કરણે લખ્યું, 'હું અમૃતા (ઈબ્રાહિમની માતા)ને પહેલીવાર મળ્યો જ્યારે હું માત્ર 12 વર્ષનો હતો. તે સમયે તે મારા પિતા સાથે ફિલ્મ 'દુનિયા'માં કામ કરી રહી હતી. મને યાદ છે કે તેની એનર્જી અને કેમેરા પરની પકડ બંને ખૂબ જ મજબૂત હતા અમે ચાઈનીઝ ડિનર લીધું અને પછી જેમ્સ બોન્ડની ફિલ્મ જોઈ હતી,અને મળ્યા પછી મને જે અનુભવ કરાવ્યો તે જ તેની શક્તિ હતી. આ આદત આજે પણ તેમના બાળકોમાં પણ છે.
ઈબ્રાહીનને લોન્ચ કરતા તે લખે છે, આ પરિવારને છેલ્લા 40 વર્ષથી ઓળખું છું. મેં તેની સાથે અલગ-અલગ ફિલ્મોમાં કામ કર્યું છે. દુનિયા અને 2 સ્ટેટ્સમાં અમૃતા સાથે, કલ હો ના હો અને કુર્બાનમાં સૈફ સાથે, સિમ્બામાં સારા સાથે કામ કર્યું છે.
હું આ પરિવારને તેમના પ્રેમને કારણે ઓળખું છું. ફિલ્મો તેના લોહીમાં છે. અને તેની સાથે, હું એક નવી પ્રતિભા માટે માર્ગ મોકળો કરવા માંગુ છું જેને હું વિશ્વ સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતો નથી. તો ઈબ્રાહીમ અલી ખાન પટૌડીની રાહ જુઓ જે જલ્દી જ સ્ક્રીન દ્વારા તમારા દિલ સુધી પહોંચશે.
કરણ જોહરએ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટારકિડ્સ લોન્ચ કર્યા છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ, વરુણ ધવનથી લઈને જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર સુધીના ઘણા નામ છે.
હવે તેઓ સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમને પણ સ્ક્રીન પર લાવવાના છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ 'સરઝમીન'થી ઈબ્રાહિમ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.