International Friendship Day 2024 : ફ્રેન્ડશીપ પર બનેલ આ બૉલીવુડ મુવી જોઈ કે નહિ?

Aug 03, 2024, 04:29 PM

ફ્રેન્ડશીપ ડે દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે બોલિવૂડ માટે મિત્રતા એક આકર્ષક થીમ રહી છે. ફ્રેન્ડશીપ પર બૉલીવુડમાં ઘણી ફિલ્મો બની છે એમાંથી અહીં કેટલીક મૂવીઝ છે જે મિત્રતાને વ્યાખ્યાયિત છે.

કુછ કુછ હોતા હે

કુછ કુછ હોતા હૈએ 1998 ની હિન્દી મ્યુઝિકલ રોમાંસ ફિલ્મ છે જેમાં કહે છે, પ્યાર દોસ્તી હૈ. આ મૂવીએ ભારતમાં ફ્રેન્ડશિપ ડે અને ફ્રેન્ડશિપ બેન્ડના વિચારોને લોકપ્રિય બનાવ્યા હતા. અંજલિ અને રાહુલ વચ્ચેનો બોન્ડ પાછળથી પ્રેમમાં પરિણમે છે જે વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે કે કેવી રીતે મિત્રતા પ્રેમમાં પડવાનું પ્રથમ પગલું છે.

3 ઈડિયટ્સ

રાંચો, રાજુ અને ફરહાનની સ્ટોરી એટલી રમુજી છે કે હ્રદયને સ્પર્શી જાય છે. ગમે એટલી વાર મુવી જોવો ઓછું લાગે છે. તેમની મિત્રતાનો બોન્ડ હૃદયને જીતી લે છે અને આપણને કૉલેજમાં આપણા મિત્રો વિશે વિચારવા મજબૂર કરે છે.

દોસ્તાના

દોસ્તાનાએ 2008 ની હિન્દી રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન , જોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં છે. મિયામીમાં સેટ, આ ફિલ્મ બે પુરુષોને અનુસરે છે જેઓ એક છોકરી સાથે એપાર્ટમેન્ટ શેર કરવા માટે ગે હોવાનો ઢોંગ કરે છે, છેવટે, બંને તેના પ્રેમમાં પડે છે.

શોલે

બોલિવૂડની સૌથી વધુ જોવાયેલી ફિલ્મોમાંની એક છે શોલે. બે મિત્રો જય અને વીરુની સફર હતી. યે દોસ્તી હમ નહીં તોડેંગે ગીત મિત્રતાનો પર્યાય બની ગયું છે.

યે જવાની હૈ દીવાની

કબીરની સ્ટોરી અદિતિ અને અવિ અને નૈના સાથેની તેની મિત્રતાની સ્ટોરી છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ મિત્રો વિના એકલા હોય છે અને સાચી ખુશી ત્યારે જ મળી શકે છે જ્યારે તેના સાચા મિત્રો સાથે હોય. યે જવાની હૈ દીવાનીએ 2013ની રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ છે.

Kriti Sanon : ક્રિતી સેનનએ રૂમર્ડ બોય ફ્રેન્ડ કબીર બહિયા સાથે ગ્રીસમાં બર્થ ડે મનાવ્યો? કોણ છે કબીર બહિયા?