International Yoga Day 2024 : બૉલીવુડ સેલિબ્રિટીના ફિટનેસનું સિક્રેટ છે યોગ

Jun 21, 2024, 12:51 PM

દર વર્ષે, 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો યોગના અનેક ફાયદાઓ વિશે જાગૃતિ લાવે છે. યોગએ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક પ્રેક્ટિસ છે, યોગનો હેતુ મન અને શરીરને સુમેળ સાધવાનો છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની થીમ ‘મહિલા સશક્તિકરણ માટે યોગ' છે. એવું કહેવામાં આવે છે કે ‘યોગ કરનારાઓને કોઈ રોગ સ્પર્શતો નથી’. વ્યસ્ત જીવનમાં યોગ એ તમારી જાતને સ્વસ્થ રાખવાનો સૌથી સહેલો રસ્તો છે.

ટેલિવિઝન મનોરંજનની તણાવપૂર્ણ દુનિયામાં, કેટલાક સેલિબ્રિટીને યોગમાં તણાવ મુક્ત થવાની ચાવી માને છે. આ અભિનેત્રીઓ દર્શાવે છે કે યોગ માત્ર એક અભ્યાસ નથી પરંતુ જીવનનો એક માર્ગ છે, જે તેમને તેમના બીઝી સીડ્યુઅલમાં તંદુરસ્તી અને શાંતિ જાળવવામાં મદદ કરે છે.

બૉલીવુડની જાણીતી એકટ્રેસ કરીના કપૂર ખાન અવારનવાર તેના યોગા સેશનના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરે છે. કરીના કપૂર ખાન તેનું ફિટનેસ જાળવી રાખવા રેગ્યુલર યોગ કરે છે.

મલાઈકા અરોરા બધા સેલિબ્રિટીમાં સૌથી ફિટ માનવામાં આવે છે, યોગા મલાઈકાના લાઇફસ્ટાઇલનો પાર્ટ છે તે યોગા કરવાનું કદી ચૂકતી નથી.

બૉલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટી યોગા લવર છે, તે પણ અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફિટનેસ જર્નીના વિડિયોઝ અને ફોટોઝ શેર કરે છે, જેમાં યોગનો સમાવેશ થાય છે.

Kajal Aggarwal : કાજલ અગ્રવાલ ફેમિલી સાથે બર્થ ડે સેલિબ્રેશનની અદભુત તસવીરો