ઇશા અંબાણી MET Gala 2023 ઇવેન્ટ; બ્લેક સાડી ગાઉનમાં ગોર્જિયસ લૂક
May 04, 2023
Ajay Saroya
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દિકરી ઇશા અંબાણી બિઝનેસની સાથે ફેશન - બ્યૂટીમાં પણ હિરોઇનને ટક્કર આપે છે.
તાજેતરમાં ઇશા અંબાણીએ MET Gala 2023 ઇવેન્ટમાં પહેરેલા બ્લેક સાડી ગાઉનની ચારેબાજુ ચર્ચા થઇ રહી છે.
ઇશા અંબાણીએ મોતી, ડાયમંડ અને બ્યુગલ બીડ્સ હેન્ડ એમ્બ્રોઈડરીથી ભરેલું ક્રેપ બેક સાટીન સાડી ગાઉન પહેર્યું છે.
ઇશા અંબાણીએ પહેરેલું આ બ્લેક સાડી ગાઉન સાટીન મટિરિયલમાંથી બન્યું છે.
ઇશા અંબાણીનું આ બ્લેક સાડી ગાઉન ફેશન ડિઝાઇનર પ્રબલ ગુરુંગે તૈયાર કર્યું છે.
ઇશા અંબાણીને બ્લેક સાડી ગાઉનમાં સજ્જ જોઇને પ્રબલ ગુરુંગે એક ઇન્સ્ટા પોસ્ટ પર તેમની ભરપૂર પ્રશંસા કરી છે.
તમને જણાવી દઇયે કે આલિયા ભટ્ટનું મોતીથી શણગારેલું ડેબ્યુ ગાઉન પણ પ્રબલે ડિઝાઇન કર્યું હતું જે સુપર મોડલ ક્લાઉડિયા શિફરના 1992ના ચેનલ બ્રાઇડલ લુકથી પ્રેરિત હતું.
ઇશા અંબાણીએ 18 ડિસેમ્બર 2018માં ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા છે.
ઇશા અંબાણીએ નવેમ્બર 2022માં જોડીયા બાળકો - પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો અને તેમના નામ કૃષ્ણા અને આદિયા છે.