Janhvi Kapoor: જાહ્નવી કપૂર દેશી લૂક, નવરાત્રી ગરબા માટે પરફેક્ટ સ્ટાઇલ

Jul 12, 2024, 01:59 PM

જાહ્નવી કપૂર દેશી લુક

જાહ્નવી કપૂર ફેમસ બોલીવુડ અભિનેત્રી છે. તાજેતરમાં જાહ્નવી કપૂર રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શનમાં જોવા મળી છે.

જાહ્નવી કપૂર દેશી લુક

જાહ્નવી કપૂર દેશી લુકમાં જોવા મળી છે. અનંત રાધિકાના લગ્ન પહેલા ગરબા ફંક્શનમાં જાહ્નવી કપૂર ગુજરાતી ગરબા ડ્રેસ પહેરીને આવી હતી.

જાહ્નવી કપૂર દેશી લુક

જાહ્નવી કપૂરે ગરબા ફંક્શન માટે હેવી ગુજરાતી ટ્રેડિશનલ ચણીયાચોળી આઉટફિટ પસંદ કર્યો હતો. સામાન્ય રીતે નવરાત્રીના ગરબા દરમિયાન યુવતીઓ આવા પ્રકારના આઉટફિટ પહેરે છે.

જાહ્નવી કપૂર દેશી લુક

જાહ્નવી કપૂર મલ્ટીકલર કચ્છી વર્ક અને સિક્વન્સનો લહેંગો અને સ્ટાઇલિશ કટવાળો બ્લાઉઝ પહેર્યો હતો. જેની સાથે નવી બ્લુ કલરનો કચ્છી વર્કની ઓઢણી પહેરી હતી.

જાહ્નવી કપૂર દેશી લુક

જાહ્નવી કપૂરે ગુજરાતી ટ્રેડિશનલ ચણીયાચોળી આઉટફિટ સાથે ગળામાં મલ્ટીકલર સ્ટોન અને ડાયમંડ વાળો ચોકર નેકલેસ, લોંગ ઈયર રિંગ અને હાથમાં બંગડી પહેરી હતી.

જાહ્નવી કપૂર દેશી લુક

જાહ્નવી કપૂરે દેશી લુક સાથે સિમ્પલ અને લાઇટ મેકઅપ કર્યો હતો. માથામાં નાની બિંદી અને માથામાં ગજરા સાથે બન હેર સ્ટાઇલમાં જાહ્નવી કપૂર એકદમ ગુજ્જુ છોરી જેવી દેખાય છે.

અનંત રાધિકા લગ્ન

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે હલ્દી સેરેમનીમાં યલો આઉટફિટ પહેર્યા હતા. જેમાં રાધિકાના ફુલોથી બનેલા વસ્ત્રોની ચારે બાજુ ચર્ચા થઇ રહી છે.

અનંત રાધિકા લગ્ન

રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુ છે. સાસુ નીતા અંબાણી સાથે પુત્રવધુ રાધિકા મર્ચન્ટ.