Jun 25, 2024

Janhvi Kapoor : બોય ફ્રેન્ડ શિખર પહારિયા સાથે જાન્હવી કપૂર પેરિસમાં, એકટ્રેસનો પેરિસ કોચર વીકમાં મરમેઇડ લુક વાયરલ, જુઓ

Shivani Chauhan

જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તેની તાજેતરની પોસ્ટ દ્વારા ચર્ચાનો વિષય બની ગઈ છે. પેરિસ કોચર વીક (Paris Couture Week) માટે પેરિસ ગયેલી અભિનેત્રીએ ઇન્ડિયન ફેશન ડિઝાઈનર રાહુલ મિશ્રા માટે રેમ્પ વોક કર્યું હતું.

Source: social-media

એકટ્રેસે શોમાંથી તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે ચાહકોને ખુબજ પસંદ આવી છે.

Source: social-media

એકટ્રેસેનો બોયફ્રેન્ડ શિખર પહારિયા પણ એકટ્રેસેને ચિયર્સ કરવા માટે પણ હાજર હતો. જાહ્નવીએ તેના સોશિયલ મીડિયા પર શેર કરેલી સ્ટોરીમાં તેનો બોયફ્રેન્ડને પણ આગળની હરોળમાં બેઠેલો દેખાય છે.

Source: social-media

એકટ્રેસે રેમ્પ વોકમાં ખૂબસૂરત મરમેઇડ જેવી લાગે છે. તેણે બ્લેક ફિશટેલ સ્કર્ટ પહેર્યું હતું જેમાં સિક્વિન્સ અને ફ્રિલ્સ હતા. તેણે તેને કાળા રંગની બ્રાલેટ સાથે પેર કરી છે.

Source: social-media

જાન્હવીના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો 2018 માં રોમેન્ટિક ડ્રામા ધડક સાથે અભિનયની શરૂઆત કરી હતી. જે સફળ રહી હતી. વર્ષ 2024 માં કપૂરે સ્પોર્ટ્સ ડ્રામા મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી.

Source: social-media

એકટ્રેસ અપકમિંગ તેલુગુ એક્શન ફિલ્મ દેવરામાં એનટી રામા રાવ જુનિયરની સાથે જોવા મળશે. આ ઉપરાંત ધર્મા પ્રોડક્શન્સ સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ સન્ની સંસ્કારી કી તુલસી કુમારીમાં વરુણ ધવન સાથે જોવા મળશે.

સોનાઝ વેડિંગ: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નની ખાસ પળો

Source: @varindertchawla