શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂરએ જાણીતી બોલીવુડ એકટ્રેસ છે. એકટ્રેસ તાજતેરમાં તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રોમોશનમાં બીઝી છે.
એકટ્રેસની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી 31 મે શુક્રવારે રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મના પ્રમોશન દરમિયાન એકટ્રેસએ પ્રુવ કર્યું છે તે ન માત્ર એકટિંગની દુનિયા પરંતુ ફેશન દુનિયામાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
અહીં તાજતેરના જાહ્નવી કપૂરના ટોપ 5 ટ્રેન્ડિંગ લૂક શેર કર્યા છે જે ઈન્ટનેટ પર ખુબજ વાયરલ થયા છે અને તમે કોઈ પરફેક્ટ આઉટિંગ માટે એકટ્રેસના લુક ટ્રાય કરી શકો છો.
ફિલ્મ પ્રોમોશન દરમિયાન જાહ્નવી રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી, ત્યારે એકટ્રેસ ઈન્ડો વેસ્ટર્ન લુક ટ્રાય કર્યું છે, તેણે ગ્રીન સ્લીવલેસ ગ્લીટરિંગ પાર્ટીવેર બ્લાઉઝ પસંદ કર્યું છે અને કોન્ટ્રાસ્ટ મેચિંગ સાથે હાઈ વેસ્ટ વાઈટ પેન્ટ પહેર્યું છે જેમાં સાઈડ ગ્લીટરિંગ ગ્રીન બ્લાઉઝની થીન બોર્ડર છે.
જવેલરીમાં એકટ્રેસે થીન ચેઇન સાથે સ્વેર શેપ્ડ પેન્ડન્ટ અને સિલ્વર ડાયમન્ડ ઇયરિંગ સાથે લૂક કમ્પ્લીટ કર્યો છે. એકટ્રેસએ ન્યુઝ મેકઅપ સાથે લૉ કી લૂક કમ્પ્લીટ કર્યો છે જે એલિગન્ટ લાગે છે.
એકટ્રેસેનો આ લુક પાર્ટી, ડેટ નાઈટ અને કોઈપણ ફોર્મલ આઉટિંગ માટે પરફેક્ટ છે. તેણે ડીપ નેક વાઈટ એન્ડ બ્લેક ની લેન્થ વનપીસમાં લાઈટ વેઇટ નેકલેસ પસંદ કર્યો છે, આ ઉપરાંત ડાયમન્ડ ઇયરિંગસ અને પોઇન્ટેડ વાઈટ મોજડી સાથે લુક કંપ્લીટ કર્યો છે.
જાહ્નવીનો રેડ એન્ડ વાઈટ લેરિયું સાડી જેમાં બોર્ડર પણ દેખાય છે, આ લુક કોઈ પણ ફોર્મલ ફન્ક્શનમાં કેરી કરી શકાય છે, એકટ્રેસે આ લુકમાં મેચિંગ મરૂન લિપસ્ટિક શેડ પસંદ કર્યો છે. જેમાં સ્લીવલેસ મેચિંગ બ્લાઉઝ અને મેચિંગ ઈયરિંગ્સ આ લુકને વધુ આકર્ષક બનાવે છે.
એકટ્રેસનો વાઈટ અને ફ્લોરલ લવન્ડર ટ્રેડિશનલ લહેંગા લુક પણ વેડિંગ ફંક્શન માટે પરફેક્ટ છે, તેણે મિનિમલિસ્ટિક ન્યૂડ મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે. ડીપ નેક વાળો લોન્ગ સ્લીવ ફ્લોરલ બ્લાઉઝ અને જવેલરીમાં વાઈટ મોતી અને સ્વેર શેપ્ડ પેન્ડન્ટ ચોકર તેના લુકને અદભુત બનાવે છે.
જાહ્નવી આ લુક પરફેક્ટ પંજાબી કુડી લાગે છે. તે પિન્ક સલવાર સાથે કોન્ટ્રાસ્ટ યલો શોર્ટ કમીઝ અને લાઈટ નેટ ટ્રાન્સપરન્ટ બોર્ડર ડિઝાઈનેડ દુપટ્ટા સાથે લુક પસંદ કર્યો છે.
હાથમાં પિન્ક અને યલો બેન્ગલ્સ, પંજાબી સ્ટાઇલ હેયર સ્ટાઇલ, લોન્ગ સ્લીવર ઈયરિંગ્સ સાથે કપાળ પર પિન્ક નાની બિન્દી અને પગમાં રજવાડી સ્ટાઇલ મલ્ટીકલર ભરતકામ વાળી મોજડી સાથે એકટ્રેસે લુક કમ્પ્લીટ કર્યો છે.