Feb 24, 2025
જાન્હવી કપૂર તેની એકટિંગ સિવાય ફેશન સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે, જે દર્શકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવે છે. એકટ્રેસ અવારનવાર તેના સોશિયલ મીડિયા પર નવા આઉટિફટ લુક શેર કરે છે જેમાં તેના સાડી લુક અદભુત છે અહીં એકટ્રેસ ટોપ 5 ટ્રેન્ડિંગ સાડી લુક વિષે ચર્ચા કરવામાં આવી છે.
એકટ્રેસએ બ્લ્યુ નિયોન કલર કલર સાડી પાર્ટી પરફેક્ટ સાડી છે, જેને દક્ષિણી સ્ટાઈલમાં એકટ્રેસે કેરી કરી છે, જેના પર એકટ્રેસએ એડી નેકલેસ પસંદ કર્યો છે.
એકટ્રેસે ગ્લોસી અને સ્મોકી આઈ મેકઅપ સાથે લુકને કમ્પ્લીટ કર્યો છે અને ઓપન હેર સ્ટાઇલ સાથે યુનિક ટચ આપી છે.
આ 3 કલરની કોમ્બો સાડી એકટ્રેસે ચોઇલ ટાઈપ કેરી કરી છે જેના પર તેણે દેશી લુક આપ્યો છે.
જાન્હવીએ આ લુકમાં સિલ્વર નેકલેસ અને ઈયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે અને હેરબેન્ડ કરેલ હેરસ્ટાઇલ જોવા મળે છે.
જાન્હવીની આ ગોલ્ડન સાડી સૌથી બેસ્ટ છે તે યુનિક લુક આપે છે.
આ સાડીમાં એકટ્રેસે લોન્ગ ઝુમખા, નોઝપીન અને કપાળ પર બિંદી સાથે લુક કંપ્લીટ કર્યો છે.
જાન્હવી કપૂરએ વાઈટ કલરની ટ્રાન્સપરન્ટ અને હેન્ડવર્ક વાળી સાડી પસંદ કરી છે જેમાં તેણે સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યું છે જે સમર માટે પરફેક્ટ લુક છે.
જાન્હવી કપૂરનો આ કસાટા સાડી લુક પણ લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે જેમાં તેણે નેટની એમ્બોડરી વાળી પર લોન્ગ સ્લીવ મેચિંગ બ્લાઉઝ પસંદ કર્યો છે આ લુક ગ્લેમરસ છે.
રામ ચરણની આગામી ફિલ્મ સ્પોર્ટ્સ સંબંધિત છે આ ફિલ્મમાં જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે, જાન્હવી કપૂરની રામ ચરણ સાથે પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ પુષ્પાના બેનર મૈત્રી મૂવી મેકર્સ દ્વારા બનાવવામાં આવી રહી છે.