કાજલ અગ્રવાલ ફિટ રહેવા માટે આ કસરત અને ડાયેટ ફોલો કરે છે

Jun 11, 2024, 10:07 PM

કાજલ અગ્રવાલ સારી હેલ્થ અને બ્યૂટી માટે કુદરતી વસ્તુઓ પર વધારે ભરોસો કરે છે. તે ફળ, દહીં અને લીલા પાંદડાવાળા શાકભાજીનું વધારે સેવન કરે છે.

ચહેરા પર ગ્લો લાવવા માટે ફ્રુટ જ્યુસ, નારિયેળ પાણી અને ભરપૂર માત્રામાં પાણી પીવે છે. જે શરીરમાં જામેલા ઝેરી પદાર્થોને બહાર કરવામાં મદદ કરે છે.

કાજલ અગ્રવાલ અખરોટ, સીડ્સ, પ્રોટીન અને હેલ્દી કાર્બોહાઇડ્રેટનું પણ વધાર સેવન કરે છે.

ભોજન પહેલા એક કટોરી સલાડ ખાય છે. જેમાં સિઝનેબલ શાકભાજી અને ફળો સામેલ હોય છે. આ સિવાય તે દરરોજ દહીં અને પનીર પણ ખાય છે.

કાજલ અગ્રવાલ રોજ અલગ-અલગ કસરત કરે છે. જેમાં સ્ટ્રેન્થ, ટ્રેનિંગ, વેટ ટ્રેનિંગ, ફ્રીહેંડ અને ડાન્સ સામેલ છે. તે નિયમિત 30-45 મિનિટ કસરત કરે છે.

કાજલ યોગ પણ ઘણા કરે છે. ખાસ કરીને સૂર્ય નમસ્કાર કરવા તેને ઘણા પસંદ છે.

હેયર કેરની વાત કરવામાં આવે તો તે નારિયેળ તેલ વધારે ઉપયોગ કરે છે.

આ સિવાય પેટ ઉપર પણ તેલથી મસાજ કરે છે. જેનાથી ગંદકી દૂર થઇ જાય છે.