કાજોલ બોલીવુડની ફેમસ એકટ્રેસ માંથી એક ગણાવમાં આવે છે. અભિનેત્રી તેની આગામી નેટફ્લિક્સ ફિલ્મ દો પત્તીમાં કૃતિ સેનન અને શહીર શેખ સાથે પ્રથમ વખત એક કોપ તરીકે જોવા મળશે.
એકટ્રેસએ તાજતેરમાં તેના મુવી પ્રમોશન દરમિયાન જરદોઝી સિલ્ક સેટનું પ્રદર્શન કર્યું જે પરફેક્ટ રીતે Gen-Z વાઇબને કેપ્ચર કરે છેઆ અદભૂત આઉટફિટ લુક ખરેખર આકર્ષક હતું.
કાજોલ દેવગણને તાજેતરમાં પોસ્ટ કરેલ ફોટોઝમાં ગેલેક્સી ઓફ ફ્લાવર્સ એમ્બ્લેમ જરદોઝી સિલ્ક સેટ પહેર્યું હતું. જેમાં ટ્રેડિશનલ અને મોર્ડન સ્ટાઇલનું મિશ્રણ છે.
આ ઝરદોઝી પોશાકમાં ટ્રેન્ડી ટ્વિસ્ટ છે. જટિલ ફ્લોરલ એમ્બ્રોઇડરીથી ડેકોરેટ કરેલ સિલ્ક પેન્ટસૂટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર દેખાતી હતી.
કાજોલે બોસી ટચ માટે કાજોલે પહોળી સ્લીવ્ઝ અને ફ્લેર્ડ પેન્ટ્સ સાથે ફીટ કરેલા બ્લેઝરને પસંદ કર્યું જેણે તેના પ્રમોશનલ લુકને એલિગન્ટ બનાવે છે.
તેના લુકને ભવ્ય અને પોલીશ્ડ રાખવા માટે કાજોલે સિલ્ક સેટની નીચે સફેદ ટોપ પહેર્યું હતું, હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે ઊંચી પોનીટેલ કરી છે જે આ આઉટફિટ માટે પરફેક્ટ છે.
અભિનેત્રીએ તેને સોફ્ટ બેઝ સાથે નેચરલ મેકઅપ કર્યો છે. તેની ગ્લોઈંગ સ્કિનને વધારવા માટે બ્લેક આઇલાઇનર, ગ્લોસી ન્યૂડ લિપસ્ટિક, ચમકતી આઇશેડો અને માત્ર બ્લશ કરીને લુક કમ્પ્લીટ કર્યો છે.