Sep 19, 2024

Kareena Kapoor : શું કરીના કપૂર સૈફ અલી ખાન સાથે સ્ક્રીન શેર કરશે?

Shivani Chauhan

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે (Kareena Kapoor) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા છે. આ દિવસો દરમિયાન અભિનેત્રી તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ' માટે પણ ચર્ચામાં છે.

Source: social-media

અભિનેત્રીની આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી. હાલમાં જ કરીનાએ પતિ સૈફ અલી ખાન સાથે કામ કરવા અંગે એક વાત સામે આવી છે.

Source: social-media

હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરતી વખતે કરીનાને પૂછવામાં આવ્યું કે શું તે જલ્દી સૈફ સાથે કામ કરશે? આના જવાબમાં અભિનેત્રીએ કહે છે કે 'આશા છે કે જલ્દીથી.' કરીનાએ વધુમાં કહ્યું કે 'મને તેની સાથે કામ કરવું ગમશે.

Source: social-media

અત્યારે તે આવતા અઠવાડિયે રિલીઝ થઈ રહેલી તેલુગુ ફિલ્મ દેવરામાં પહેલીવાર કામ કરી રહ્યો છે. લોકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેથી હું તેની સાથે ટૂંક સમયમાં કામ કરવા માંગુ છું.'

Source: social-media

જો કે, આ બધાની વચ્ચે, Reddit પરની તાજેતરની પોસ્ટમાં એવું બહાર આવ્યું છે કે કરીના અને સૈફની જોડી પ્રભાસની 'સ્પિરિટ'ની કાસ્ટ સાથે જોડાઈ છે. એવું કહેવામાં આવ્યું હતું કે કરીના પ્રભાસના પ્રેમની ભૂમિકા ભજવશે, જ્યારે સૈફ આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. જોકે, મેકર્સે હજુ સુધી સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી.

Source: social-media

કરીના અને સૈફે ઓમકારા, એજન્ટ વિનોદ, કુરબાન અને ટશન જેવી ફિલ્મોમાં સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી છે.

Source: social-media

આ દરમિયાન, વર્ક ફ્રન્ટ પર, કરીના તાજતરની રીલીઝ 'ધ બકિંગહામ મર્ડર્સ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં લીડ રોલ કરવા ઉપરાંત તેણે એકતા કપૂર સાથે તેનું નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મમાં કરીના એક બ્રિટિશ-ભારતીય જાસૂસ તરીકે જોવા મળે છે, જેને 10 વર્ષના બાળકની હત્યાનો ભેદ ઉકેલવાનું કામ સોંપવામાં આવ્યું છે. હંસલ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 13 સપ્ટેમ્બરના રોજ મોટા પડદા પર રિલીઝ થઇ છે.

Source: social-media

રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથેના ઝઘડા વિશે કહી આ મોટી વાત

Source: social-media