Jul 26, 2024
વિષ્ણુવર્ધન દ્વારા ડાયરેક્ટ કરેલ ફિલ્મ શેરશાહ વર્ષ 2021 માં રિલીઝ થઇ હતી જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે.
વિક્રમ બત્રા નામનો યુવક સૈનિક બનવાનું સપનું જુએ છે અને ડિમ્પલના પ્રેમમાં પડે છે. તેની ટ્રેનિંગ બાદ તરત જ, તે લશ્કરી રેન્ક પર ચઢી જાય છે અને કારગિલ યુદ્ધમાં ભારતની જીતમાં ફાળો આપે છે.
ડાયરેક્ટર ફરહાન અખ્તર દ્વારા બનેલ લક્ષ્ય ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા છે, આ ફિલ્મ વર્ષ 2004 માં રિલીઝ થઇ હતી.
એક લક્ષ્ય વગરનો કરણ નામનો યુવાન ધૂનમાં ભારતીય સેનામાં જોડાય છે પરંતુ જ્યારે તેને સૈનિકનું જીવન મુશ્કેલ લાગે છે ત્યારે તે પીછેહઠ કરે છે. અને આ બાબતે તેની ગર્લફ્રેન્ડ સાથે તકરાર કરે છે, ત્યારે તે તેને ગર્વ કરવા માટે ફરીથી આર્મી જોઈન કરે છે.
ડિરેક્ટર જેપી દત્તા દ્વારા નિર્મિત ફિલ્મ LOC કારગિલ વોર એક્શન ફિલ્મ છે, જેમાં સંજય દત્ત, અજય દેવગણ, અભિષેક બચ્ચન વગેરે કલાકારો મુખ્ય ભૂમિકા જોવા મળે છે આ ફિલ્મ વર્ષ 2003 માં રીલિઝ થઇ હતી.
ડાયરેક્ટર શરણ શર્મા દ્વારા બનેલ ફિલ્મ ગુંજન સક્સેના હીરૂ જોહર, કરણ જોહર અને અપૂર્વ મહેતા દ્વારા પ્રોડ્યુસ થયેલ ફિલ્મ વર્ષ 2020 માં રીલીઝ થઇ હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જ્હાન્વી કપૂર છે. ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર એવેલબલ છે.