Oct 26, 2024
કરિશ્મા કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસ છે, તે અવારનવાર તેને ફેશન સ્ટાઇલના યુનિક આઉટફિટના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.
એકટ્રેસનો તાજતેરનો પીક એથનિક વઆઉટફિટમાં ફોટોઝ શેર કર્યા હતા જે દિવાળી ફેસ્ટિવલ માટે પરફેક્ટ છે.
કરિશ્માએ ફ્લોર લેન્ગ ચમકદાર કોટી વાળું પિન્ક એથનિક વેર પસંદ કર્યું છે, એમાં કોટી ડિઝાઇન વાળી જોવા મળે છે અને ઇનર સિમ્પલ પિન્ક કલરમાં છે. આ લુક દિવાળી માટે પરફેક્ટ છે.
તેને એક્સેસરીઝમાં બન્ને હાથમાં મીનાકરી બેન્ગલ્સ, કાનમાં લોન્ગ ઝુમખા ઈયરિંગ્સ અને કપાળ પર બિંદી સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.
મેકઅપની વાત કરીયે તો એથનિક વેર પર સિમ્પલ મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે જેમાં કાજલ, આઇલાઇનર, મસ્કરા અને પિન્ક લિપસ્ટિકનો સમાવેશ થાય છે.
કરિશ્મા કપૂરએ વાળ પાછળ બાંધીને ટાઈટ ચોટલી કરી છે જેને બ્રોચથી ડેકોરેટ કરવામાં આવી છે.