કરવા ચોથ પરિણીત મહિલાઓ માટે ખાસ દિવસ હોય છે. કરવા ચોથ પર મહિલા પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નિર્જલા વ્રત રાખે છે અને સાંજે ચંદ્રની પૂજા કરી પતિનું મુખ જોઇ ઉપવાસ તોડે છે.
કરવા ચોથ પર પરિણીત મહિલાઓ લાલ રંગના વસ્ત્ર પહેરે છે. લાલ રંગ અખંડ સૌભાગ્યનું પ્રતિક માનવામાં છે. જો તમે આ કરવા ચોથ પર સાડીના બદલે લાલ રંગના સ્ટાઇલિશ ડ્રેસ પહેરી શકો છો. અહીં બોલીવુડ અભિનેત્રીના લાલ રંગના ડ્રેસ વિશે જાણકારી આપવામાં આવી છે.