Feb 26, 2025
શ્રીદેવી ની પુત્રી અને જાન્હવી કપૂરની નાની બહેન ખુશી કપૂર પણ બોલીવુડમાં એન્ટર થઇ ગઈ છે.
ખુશી કપૂરએ ધ આર્ચીઝથી તેના મુવી કરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મમાં સુહાના ખાન, વેદાંગ રૈના પણ છે.
ખુશી કપૂર સોશિયલ મીડિયા પર અવારનવાર ફોટોઝ શેર કરતી રહે છે જેમાં ઘણી વાર રૂમરડ બોય ફ્રેન્ડ વેદાંગ રૈના પણ જોવા મળે છે.
ખુશી કપૂર તાજતેરમાં આમિર ખાનના પુત્ર સાથે લવયાપામાં જોવા મળી હતી જેમાં બંનેવએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, આ ફિલ્મ જો કે બોક્સ ઓફિસ પર એટલી કમાણી કરવામાં સફળ રહી નથી.
ખુશી કપૂરની લવયાપા ફિલ્મ 50 કરોડના બજેટમાં બની હતી પંરતુ બોક્સ ઓફિસ માત્ર 6 કરોડ આસપાસ કમાણી કરી છે.
ખુશી કપૂર તાજતેરમાં તેની નવી ફિલ્મ નાદનિયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે જેમાં તે સૈફ અલી ખાન ના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળશે.
ખુશી કપૂર ની ફિલ્મ નાદનિયાં 7 માર્ચે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.
ખુશી કપૂર તેના સોશિયલ મીડિયા પર ખુબજ એકટીવ રહે છે તે 1.7 મિલિયન જેટલા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર ધરાવે છે.