ખુશી કપૂર અને રુમર્ડ બોય ફ્રેન્ડ વેદાંગ રૈના ધ આર્ચીઝ પછી ફરીથી સાથે કામ કરશે? એક્ટરે શું કહ્યું?
Shivani Chauhan
અભિનેતા વેદાંગ રૈના (Vedang Raina) અને ખુશી કપૂર (Khushi Kapoor) કે જેઓએ ગયા વર્ષે ધ આર્ચીઝ (The Archies) માં સાથે ડેબ્યુ કર્યું હતું. તેઓ ફરી એકવાર પ્રોજેક્ટ પર સહયોગ કરી શકે છે.
રૈના અને કપૂર ગઈકાલે રાત્રે ડિઝાઈનર ગૌરવ ગુપ્તાના ઈન્ડિયા કોચર વીકમાં તેના લેટેસ્ટ કલેશન “અરુણોદય” માટે શોસ્ટોપર્સ બન્યા હતા. જેમાં ખુશીએ ઑફ-શોલ્ડર બ્લાઉઝ, કેપ-સ્ટાઇલવાળી સ્લીવ્ઝ અને મરમેઇડ સ્કર્ટ સાથે સિલ્વર લહેંગામાં સ્ટેજ પર હાજરી આપી હતી.
Source: social-media
ખુશી કપૂર અને વેદાંગ રૈનાએ 'ધ આર્ચીઝ' માં સાથે કામ કર્યા બાદ બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવાઓ પણ ઉડી હતી. જો કે, બંને કલાકારો અટકળો પર ચૂપ રહ્યા છે.
Source: social-media
જો કે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અભિનેતાએ રૂમરડ ગર્લફ્રેન્ડ ખુશી સાથે ફરીથી સહયોગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
Source: social-media
જયારે ખુશી, સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે રોમેન્ટિક કોમેડીનું હેડલાઇન કરતી જોવા મળશે. આ ફિલ્મનું નામ નાદાનિયા છે.
Source: social-media
વર્ક ફ્રન્ટ પર, વેદાંગ આગામી સમયમાં આલિયા ભટ્ટ સાથે વાસન બાલાની જીગ્રા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં 11 ઓક્ટોબર, 2024ના રોજ થિયેટરોમાં આવવાની તૈયારીમાં છે.