ખુશી કપૂરએ જાન્હવી કપૂરની નાની બહેન અને શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી છે.
ખુશી કપૂર એક્ટિંગની દુનિયા પણ ડેબ્યુ કરી ચુકી છે તે સુહાના ખાન સાથે ધ આર્ચીઝમાં જોવા મળી હતી.
ખુશી કપૂર તાજતેરમાં તેની ફ્રેન્ડના લગ્નમાં વ્યસ્ત છે જેની હલ્દી સેરેમનીના ફોટોઝ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
ખુશી કપૂર યેલો કલર સિલ્ક ફેબ્રિક રેડ ફલાવર પ્રિન્ટેડ સાડીમાં જોવા મળી છે જેમાં તેણે બેકલેસ ઓફ સોલ્ડર મેચિંગ બ્લાઉઝ પસંદ કર્યું છે.
ખુશી કપૂરએ આ ખાસ લુકમાં મેચિંગ યેલો ગોલ્ડન સ્ટડ ઈયરિંગ્સ પસંદ કરી છે, જેના પર તેણે એક હાથમાં બેન્ગલ્સ અને એક હાથમાં બ્રેસલેટ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
ખુશી કપૂરની મેકઅપની વાત કરીયે તો તેણે સ્કિન ટોન મુજબ મિનિમલિસ્ટિક મેકઅપ કર્યો છે.હેરસ્ટાઇલની વાત કરીયે તો તેણે હાઈ બન હેરસ્ટાઇલ કરીને મેચિંગ યેલો ફ્લાવર બ્રોચ લગાવી લુક કંપ્લીટ કર્યો છે.