Kiara Advani | કિયારા અડવાણી ગોલ્ડન બ્રાઉન સાડીમાં, દિવાળી પાર્ટી વાઈબ્સ આપે છે

Oct 24, 2024, 11:43 AM

કિયારા અડવાણી

કિયારા અડવાણી બોલીવુડની જાણીતી એકટ્રેસ માંથી એક છે. અભિનેત્રી તેની એકટિંગ ઉપરાંત તેની ટ્રેન્ડી ફેશન સ્ટાઈલ ગ્લેમ માટે પણ જાણીતી છે.

અભિનેત્રી કિયારા અડવાણી

કિયારા અડવાણી તાજતેરમાં મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી, ત્યારે તે એક ટ્રેન્ડી ટ્વિસ્ટ સાથે ગોલ્ડન સાડીમાં જોવા મળી છે. જેમાં તે અદભુત લાગી રહી છે.

કિયારા અડવાણી સાડી

શેરશાહ અભિનેત્રીએ હંમેશા તેની અનોખી ફેશન અને સ્ટાઇલથી પાર્ટીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે, તે ગોલ્ડન બ્રાઉન કલરની સાડીમાં જોવા મળી છે.

કિયારા અડવાણી ફેશન

ગોલ્ડન બ્રાઉન સાડીને તેણે યુનિક અને ટ્રેન્ડી વેલ્વેટ ક્રોપ્ડ કોર્સેટ બ્લાઉઝ સાથે પેર હતી. પરંતુ તે સાડીનો પલ્લુ યુનિક સ્ટાઇલથી ફ્રેમ કર્યો છે. તેનું પલ્લું ફેબ્રિક પુરુ ડેકોરેટેડ છે જે ફેસ્ટિવલ વાઈબ્સ આપે છે.

કિયારા અડવાણી હેરસ્ટાઇલ

કિયારાએ થોડા હેર કર્લી રાખીને ઓપન રાખવાનું પસંદ કર્યું છે જે સાડીના ગ્લેમને સાથે પરફેક્ટ મેચ થાય છે. આ લુક ફેસ્ટિવલ માટે પરફેક્ટ ગણી શકાય.

કિયારા અડવાણી મેકઅપ

કિયારાએ પરફેક્ટ બ્લીંગી નાઈટ માટે ગ્લોસી લિપસ્ટિક, ડિફાઈન્ડ આઈબ્રાઉઝ, શાઈની આઈશેડો અને ગ્લોસી ગાલ પસંદ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

કિયારા અડવાણી એક્સેસરીઝ

કિયારા અડવાણીએ આઉટફિટ સિવાય ચમકદાર એક્સેસરીઝે તેના લુકમાં પરફેક્ટ બ્લિંગ ઉમેર્યું હતું. તેણે સિલ્વર અને મરૂન ડાયમન્ડ જડિત નેકલેસ પહેર્યો છે જેમાં તેણે ઈયરિંગ્સ પહેરવાનું અવોઇડ કર્યું છે અને હાથમાં સિલ્વર રિંગ પહેરી છે.

કિયારાની જેમ, જો તમે દિવાળીની પાર્ટીમાં જવાનું વિચારી રહ્યા હોવ તો આ લુક અજમાવવા યોગ્ય છે. જે તમને કંપ્લીટ ફેસ્ટિવલ વાઈબ્સ આપશે.

Kajol : કાજોલ | ટ્રેડિશનલ અને મોર્ડન આઉટફિટમાં કાતિલ બોસી લુક