કિયારા અડવાણીએ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી જે 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સાથે થઈ રહ્યું છે.
રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન, ફિલ્મ ઈન્ડિસ્ટ્રીમાં મહિલાઓને સમર્થન અને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે. કેન્સ ખાતેના તેમના ગાલા ડિનરમાં મહિલા ફિલ્મ ડાયરેક્ટર, એક્ટ્રેસ અને અન્ય હસ્તીઓ પણ હાજરી આપી હતી.
કિયારા અડવાણી બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. તે માત્ર એકટિંગ માટે જ નહિ પરંતુ ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
કિયારાનો રેડ કાર્પેટ લુક્સ હંમેશા ટોક ઓફ ધ ટાઉન બની જાય છે, લેટેસ્ટ લૂક પણ એલિગન્ટ છે જેના ફોટોઝ એક્ટ્રેસએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
શેરશાહ એક્ટ્રેસ રેડ સી ફેસ્ટિવલમાં અદભુત લાગી રહી છે. એક્ટ્રેસે નેડ્રેટ ટેસિરોગ્લુ દ્વારા ડિઝાઇન કરાયેલા ગાઉનમાં બેસ્ટ વાઇબ્સ આપ્યા હતા.
એક્ટ્રેસના ટોપની ડિઝાઇન ક્લાસિક અને કન્ટેમ્પરરી સ્ટાઇલ છે જે તેના પરફેક્ટ લાગે છે. તેનું ટોપ પિન્ક કલરના સૅટિન કાપડમાંથી બનાવેલ છે જેમાં સ્ટ્રેપલેસ ડિઝાઇન છે. જે કિયારીની સુંદરતાને હાઈલાઈટ કરે છે.
જવેલરીમાં બ્લેક ક્લાસિક ગ્લોવ્ઝ અને અદભૂત ડાયમંડ નેકલેસ સાથે એક્ટ્રેસ તેનો લુક કમ્પ્લીટ કર્યો છે.