ક્રિતી સેનન સુશાંત સિંહ રાજપૂત સાથેનું બ્લ્યૂ બટરફ્લાય કનેકશન..

Jul 05, 2023, 05:04 PM

આદિપુરુષ અભિનેત્રી ક્રિતી સેનન હાલમાં નવા શરૂ કરેલા ફિલ્મ પ્રોડકશન હાઉસને લઇને ફરી ચર્ચામાં આવી છે.

અભિનેત્રી ક્રિતી સેનને તાજેતરમાં પોતાનું પ્રોડકશન હાઉસ શરૂ કર્યું છે. જેની જાણકારીએ તેણીએ આપી છે

ક્રિતી સેનને શરૂ કરેલ પ્રોડકશન હાઉસ સાથે સુશાંત સિંહ રાજપૂતનું કનેકશન હોવાની અટકળો તેજ બની છે.

ક્રિતી સેનનના ફેન્સ કહી રહ્યા છે કે નવું પ્રોડક્શન હાઉસ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સમર્પિત છે. 

ક્રિતી સેનને નવા પ્રોડકશન હાઉસનું નામ બ્લ્યૂ બટરફ્લાય રાખ્યું છે જે સુશાંત સિંહ રાજપૂતને શ્રધ્ધાંજલિ રૂપે છે.

ક્રિતી સેનનના ફેન્સ કહી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતને બટરફ્લાય પસંદ હતા અને એટલા માટે જ ક્રિતીએ આ નામ રાખ્યું છે.

ક્રિતી સેનન અને સુશાંત સિંહ રાજપૂતે સાથે રાબતા ફિલ્મ કરી હતી અને બંને એકબીજાને એ વખતે ડેટ પણ કરી રહ્યા હતા