Kriti Sanon : ક્રિતી સેનનએ રૂમર્ડ બોય ફ્રેન્ડ કબીર બહિયા સાથે ગ્રીસમાં બર્થ ડે મનાવ્યો? કોણ છે કબીર બહિયા?
કૃતિ સેનન (Kriti Sanon) હાલમાં ગ્રીસમાં તેની બહેન નુપુર સેનન, કબીર બહિયા (Kabir Bahia) સ્ટેબિન બેન અને મિત્રો સાથે વેકેશન માણી રહી છે.
એકટ્રેસે 27 જુલાઈએ પોતાનો 34 મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીના આ ખાસ દિવસ પર તેના મિત્રો સાથે ફોટા અને વિડિયોઝમાં શેર રહ્યા છે.
કૃતિ સેનનની તાજેતરની તસવીરોથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. અને ચર્ચા શરુ થઇ ગઈ છે કે એકટ્રેસે તેનો બર્થ ડે બોય ફ્રેન્ડ કબીર બહિયા સાથે મનાવ્યો છે કે નહિ?
થોડા મહિના પહેલા જ એવા અહેવાલો આવ્યા હતા કે ક્રિતી એક NRI બિઝનેસમેનને ડેટ કરી રહી છે અને હવે અભિનેત્રીના જન્મદિવસની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે એક ટાપુ પર એન્જોય કરતી જોવા મળી રહી છે.
કબીર વ્યવસાયે બિઝનેસમેન છે અને લંડનમાં રહે છે. તેમના પિતા કુલજિન્દર બહિયા સાઉથોલ ટ્રાવેલ નામની યુકેની બેસ્ટ ટ્રાવેલ કંપનીના માલિક છે. કબીર બહિયાનું ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે ખાસ કનેક્શન છે. તે સાક્ષી ધોનીનો સંબંધી છે.
એકટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો કૃતિ તેની બે-ટુ-બેક સફળ રીલીઝ, તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા અને ક્રૂએ ભવ્ય સફળતા મેળવી છે.
વેબ સિરીઝ દો પત્તી' ક્રિતી દ્વારા પ્રોડ્યુસ થઇ છે. જેમાં કાજોલ, શાહીર શેખ, તન્વી આઝમી અને વધુ મહત્વની ભૂમિકાઓ છે. આ ફિલ્મ ઉત્તર ભારતની મંત્રમુગ્ધ અને રહસ્યમય ટેકરીઓમાં શૂટ કરવામાં આવી છે.
vedaa Trailer Release Date : જ્હોન અબ્રાહમ, શર્વરી, તમન્ના ભાટિયા સ્ટારર એક્શન થ્રિલરનું ટ્રેલર આ તારીખે રિલીઝ થશે