બોલિવૂડની પરમ સુંદરી ક્રિતિ સેનન

Feb 20, 2023

Mansi Bhuva

ક્રિતિ સેનન હાલમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ 'શહેજાદા' ને કારણે ખુબ ચર્ચામાં છે. 

લેટેસ્ટ ડ્રેસમાં તે સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે.

આપને જણાવી દઇએ કે, કાર્તિક આર્યન અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ શહેજાદા કંઇ ખાસ કમાલ બતાવી શકી નથી.

ફિલ્મ શહેજાદા ઓપનિંગ ડે પર માંડ બોક્સ ઓફિસ પર 6 કરોડનો વેપાર કરી શકી છે.

કાર્તિક આર્યનની ભુલ ભુલૈયા 2 કોરોના મહામારીમાં પણ હિટ ગઇ હોવાથી લોકોને આ ફિલ્મથી ખુબ અપેક્ષાઓ હતી.

શહેજાદા નિષ્ફળ જવાને પગલે ફિલ્મ વિવેચક કેઆરકેએ ક્રિતિ સેનન પર નિશાન સાધ્યું છે.

કેઆરકે ટ્વીટ કરીને ક્રિતિ સેનનને સૌથી મોટી પનૌતી ગણાવી છે. 

ક્રિતિ સેનનનું નામ સાઉથ એક્ટર પ્રભાસ સાથે ચર્ચામાં છે. આ સ્ટાર જોડી તેની આગામી ફિલ્મ 'આદિપુરૂષ'માં સાથે જોવા મળશે.