Madhuri Dixit Photos : માધુરી દીક્ષિતના ટ્રેડિશલ લુક લગ્ન પ્રસંગ માટે છે બેસ્ટ
માધુરી દીક્ષિત બૉલીવુડની 'ધક ધક ગર્લ' તરીકે જાણીતી છે. આ અભિનેત્રીએ ઘણી હિટ ફિલ્મો આપી છે.
ધક ધક ગર્લ ન માત્ર તેની એકટિંગ માટે પરંતુ તેની સ્ટાઇલ અને ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
તાજતેરમાં એકટ્રેસએ સોશિયલ મીડિયા પર ટ્રેડિશનલ લુકના ફોટા શેર કર્યા હતા. જેમાં તેણે અલગ અલગ પોઝ આપ્યા હતા.
માધુરીએ બાંધણીની ગોલ્ડન બોર્ડર વાળી પિન્ક અને બ્લ્યુ સાડી પર તેણે મોર પ્રિન્ટેડ એલ્બો સ્લીવ બ્લાઉઝ પસંદ કર્યો છે.
અભિનેત્રીએ આ લુકમાં લાઈટ મેકઅપ સાથે પિન્ક શેડ વાળી મેટ લિપસ્ટિક અને મેચિંગ ઝવેલરી ઉપરાંત બન હેયરસ્ટાઇલ પસંદ કરી છે.
માધુરીએ ઈન્ડો વેસ્ટર્ન યલો સાડી પર મીરર આર્ટવર્ક વાળી કોટી અને બ્લાઉઝ પસંદ કર્યો છે. જે ખુબજ એલિગન્ટ લાગે છે. આ લુક વેડિંગ માટે છે.
માધુરી દીક્ષિતએ બૉલીવુડમાં ફિલ્મ કરિયરની શરૂઆત "અબોધ'' ફિલ્મ થી કરી હતી.
માધુરી મરાઠી ફિલ્મ "પંચક" ની પ્રોડ્યુસર પણ છે, પંચક ફિલ્મ આ મહિને રિલીઝ થઇ હતી.
આ પણ વાંચો:
Fighter Screening : રિતિક સબાએ આપ્યો ફાઈટર પોઝ,જુઓ ફોટા