અભિનેત્રી મલાઈકા અરોરાનો બોલ્ડ લૂક

Mar 25, 2023

Mansi Bhuva

મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો આઉટફિટ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.

અભિનેત્રી પોતાની હોટનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન કેવી રીતે વધારવું તે સારી રીતે જાણે છે.

હાલમાં જ તેની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બેકલેસ ગાઉનમાં મલાઈકા ઈવેન્ટમાં પહોંચતા લોકો તેને જોતા જ રહી ગયા હતા.

અભિનેત્રી મલાઈકા અરોરા તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. મલાઈકાએ કેમેરા સામે કાતિલ પોઝ આપ્યા હતા.

એક્ટ્રેસનો લેટેસ્ટ આઉટફિટ જોઈને ફેન્સની આંખો પહોળી થઈ ગઈ હતી.

એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં મલાઈકા તેની પીઠ પર બનાવેલા ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં બોલિવૂડના હેન્ડસમ હંક અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.