Nov 06, 2024
ગુજરાતી ફિલ્મના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી તાજતેરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને ફેન્સને ખુશ કરી દીધા છે.
અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષીએ એક રોમેન્ટિક કેપ્શન સાથેની પોસ્ટ દ્વારા ફોલોઅર્સને ખુશ કર્યા છે. કપલ ટૂંક સમયમાં બન્ને લગ્નના બંધનમાં બંધાશે.
પૂજા જોશી અને મલ્હાર ઠાકરની જોડી કેટલીક ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળી છે જે લોકો દ્વારા પસંદ કરવામાં આવેલ જોડી છે.
બન્નેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, 'બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ થાય છે.'
ગુજરાતી અભિનેત્રી પૂજા જોષી અને અભિનેતા મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબસિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે.
કપલે વેબસિરીઝ 'વાત વાતમાં' સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ 'વીર ઈશાનું સિમંત' અને 'લગન સ્પેશ્યલ'માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.