મલ્હારએ તેની ઘણી ગુજરાતી ફિલ્મોમાં કોમેડી કરી છે જે લોકોને ખુબજ પસંદ આવ્યું છે, એક્ટર છેલ્લો દિવસ, શું થયું, શરતો લાગુ, વગેરે જેવી ઘણી સારી ફિલ્મો આપી છે.
મલ્હાર ઠાકર એ ટીવી એક્ટ્રેસ પૂજા જોશી સાથે ગઈ કાલે 26 નવેમ્બરના રોજ લગ્નના તાંતણે બંધાયા છે. જેના ફાટોઝ કપલએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
પૂજા જોશી વાત વાતમાં અને લગ્ન સ્પેશિયલમાં મલ્હાર ઠાકર સાથે કામ કર્યું છે.
પૂજા જોશી મુંબઈની છે પરંતુ તે ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે. કપલ કોરોના સમયમાં 'વાત વાતમાં' વેબ સિરીઝ કરી હતી ત્યારે તેઓ સંપર્કમાં આવ્યા હતા.
મલ્હાર ઠાકર પૂજા જોશીની 25 નવેમ્બરના રોજ હલ્દી સેરેમની યોજાઈ હતી.તેના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અનેક કલાકારોએ હાજરી આપી હતી.