મલ્લિકા શેરાવત બોલીવુડની પોપ્યુલર એકટ્રેસ માંથી એક છે પરંતુ તેના સાચા નામ અંગે મોટાભાગના લોકો અજાણ હશે.
મલ્લિકા શેરાવતનું નામ રીમા લાંબા છે પરંતુ મલ્લિકા શેરાવતથી વધુ જાણીતી બની છે, તેણે તેની મુવી ખ્વાઈશ,મર્ડર જેવી ફિલ્મમાં બોલ્ડ સીન માટે જાણીતી છે.
47 વર્ષીય એકટ્રેસ હજુ પણ સિંગલ છે તેણે આ અંગે તાજતેરમાં રણવીર અલ્લાહબડિયા શોમાં ખુલાસો કર્યો હતો કે ' મને સિંગલ રહેવું ખુબજ પસંદ છે, જ્યાં જવું હોઈ ત્યાં જઈ શકું છું' તેણે તેની આ ફ્રીડમ વળી લાઈફ પસંદ છે.
એકટ્રેસ આ ઉપરાંત કહે છે 'મને ખૂબ અટેન્શન મળે છે, જે મને ગમે છે. તે માને છે કે જો કોઈ વ્યક્તિ પોતાનો સમય અને લાગણીને ઈન્વેસ્ટ કરે છે તો પાર્ટનર તેના માટે લાયક હોવો જોઈએ.
એક્ટ્રેસે એમ પણ કહ્યું કે તે છેલ્લા ઘણા સમયથી આવા વ્યક્તિની રાહ જોઈ રહી છે, જે તેના માટે લાયક હોય. અંતે કહે છે, 'આટલા વર્ષો થઈ ગયા, હું હજી રાહ જોઈ રહી છું. કદાચ હું ખૂબ અપેક્ષા રાખું છું.
તે તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયોમાં તાજતેરમાં જોવા મળી હતી.