250 ગ્રામ બાફેલા બટાકા, 2-3 સમારેલ ડુંગળી, 3 ચમચી કેચઅપ, 2-3 ચમચી ગ્રીન ચટણી, થોડું ચીઝ, 3- 4 સૂકું લાલ મરચું, થોડું તેલ, સ્વાદ મુજબ મીઠું, આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ચાટ મસાલો, 1 લીંબુનો રસ, થોડી કોથમીર
સૌ પ્રથમ બટાકા બાફી લો, તેને મેશ કરી લો, ત્યાર બાદ કડાઈમાં થોડું તેલ નાખો અને ડા લાલ સૂકા મરચા તેલમાં શેલો ફ્રાય કરી લો.
હવે એજ પેનમાં સમારેલ ડુંગળીને થોડી ફ્રાય કરી લો, એમાં મીઠું નાખો, આદુ લસણની પેસ્ટ, ચાટ મસાલા, મેશ અને ફ્રાય કરેલ લાલ સૂકા મરચા મિક્ષ કરીને લીંબુનો રસ નાખી મિક્ષ કરો.
મિશ્રણમાં હવે કોથમીર એડ કરો, અને વધેલી રોટલીમાં કેચઅપ, લીલી ચટણી, ચીઝ, બટાકાનો મસાલો નાખીને ફરી ઉપરથી થોડું ચીઝ નાખો.
એક પેનમાં થોડું તેલ ગ્રીસ કરો અને ટાકોઝ મુકો એના પર પણ થોડું ઓઇલ ગ્રીસ કરો અને બન્ને સાઈડ ક્રિસ્પી થવા દો.
ક્રિસ્પી થઇ જાય એટલે એના પર થોડી સેવ સ્ટિક કરો અને ગરમ ગરમ ટાકોઝ બાળકોના લંચ બોક્સમાં ભરો, બાળકોના પ્રિય બની જશે.