Jul 03, 2024
અન્ય સ્ટાર કાસ્ટ સભ્યો કે જેઓ પાછા આવી રહ્યા છે તેમાં ગુડ્ડુ પંડિત તરીકે અલી ફઝલ, બીના ત્રિપાઠી તરીકે રસિકા અને ગજગામિની ગુપ્તા ઉર્ફે ગોલુ તરીકે શ્વેતાનો સમાવેશ થાય છે.
ગુરમીત સિંઘ મિર્ઝાપુર સીઝન 3 માટે તેના દિગ્દર્શકની ખુરશી પર પાછા ફરે છે. તે આનંદ અય્યર સાથે સિરીઝનું કો ડાયરેકશન કરી રહ્યો છે. તેણે સિરીઝની પહેલી અને બીજી સિઝનનું ડાયરેકશન મિહિર દેસાઈ સાથે કર્યું હતું.
મિર્ઝાપુરની પ્રથમ સિઝન કરણ અંશુમન અને પુનીત કૃષ્ણ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી હતી. બીજી સીઝન પુનીતે બનાવી છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર સિરીઝના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.
મિર્ઝાપુરની આગામી સિઝનમાં ટોટલ 10 એપિસોડ હશે. મિર્ઝાપુર 2 માં પણ 10 એપિસોડ હતા જયારે પ્રથમ સિઝનમાં નવ એપિસોડ હતા.
મિર્ઝાપુર સીઝન 3 એમેઝોન પ્રાઇમ વિડિયો પર 5 જુલાઈથી સ્ટ્રીમિંગ શરૂ થશે. ચાહકો OTT પ્લેટફોર્મ પર તેના પ્રીમિયરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.