Mrunal Thakur : મૃણાલ ઠાકુરનો અદભુત બ્લેક એન્ડ વાઈટ સાડી લુક

Jan 29, 2024, 04:18 PM

ઇન્ડિયન એક્ટ્રેસ મૃણાલ ઠાકુર હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં તેની એકટિંગને કારણે જાણીતી છે.

અભિનેત્રીએ તેના કરિયરની ટેલિવિઝન સોપ ઓપેરા મુઝસે કુછ કહેતી..યે ખામોશિયાં અને કુમકુમ ભાગ્યથી કરી હતી.

ઠાકુરે તેની હિન્દી ફિલ્મ ડેબ્યુ  લવ સોનિયા (2018) થી કરી હતી અને 2019ની બાયોગ્રાફિક ફિલ્મ  સુપર 30 અને બાટલા હાઉસથી ઓળખ મેળવી હતી.

તાજતેરમાં વર્ષ 2023 માં રિલીઝ થયેલ ઇન્ડિયન તેલુગુ ભાષાની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ''હાઈ ડેડ'' (Hi Nanna) માં અભિનેત્રી લીડ રોલ કર્યો છે.

 ''હાઈ ડેડ'' (Hi Nanna) ના સેટ પરથી તેણે કેટલીક યાદગાર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ હતી.

આ ખાસ બ્લેક એન્ડ વાઈટ સાઈડ લુકમાં અભિનેત્રીએ જવેલરીમાં કપાળ પર નાની બ્લેક બિંદી, હાથમાં સિલ્વર બેન્ગલ્સ, વાઈટ લોન્ગ સ્લિંગ ઈયરિંગ્સ પહેરી છે.

અભિનેત્રીએ ન્યૂડ મેકઅપ સાથે ઓપન હેયર સ્ટાઇલ પસંદ કરી છે. આ ઉપરાંત  હાથમાં ક્લચ એલિગેંટ લુક આપે છે.

 આ પણ વાંચો: Munawar Faruqui : બિગબોસ 17 વિજેતા મુનાવર ફારુકીની નેટવર્થ જાણો