Anant and Radhika Wedding : અનંત અને રાધિકાના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું સામે, આ તારીખે કપલ કરશે લગ્ન

May 30, 2024, 02:31 PM

અનંત રાધિકા

બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) 12 જુલાઈના રોજ મુંબઈમાં રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે લગ્ન કરશે.

અનંત રાધિકા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈ શહેરના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલા Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પરંપરાગત હિન્દુ વિધિથી લગ્ન સમારોહ યોજાશે.

ઘણી ચર્ચિત અફવા બાદ ફાઈનલી કપલ અનંત અને રાધિકાના લગ્ન મુંબઈમાં યોજાશે. મહેમાનોને સેવ ધ ડેટનું ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવી રહ્યું છે જે ત્રણ દિવસીય ફંક્શનની કેટલીક વિગતો જાહેર કરે છે. કાર્ડ ટ્રેડિશનલ રેડ અને ગોલ્ડન કલરમાં છે.

12મી જુલાઈ, 2024 શુક્રવારના રોજ લગ્ન સમારોહ યોજાશે. મહેમાનોને સલાહ આપવામાં આવી છે કે ડ્રેસ કોડ ઇન્ડિયન ટ્રેશનલ હશે.

13 મી જુલાઈ, 2024, શનિવાર, દૈવી આશીર્વાદ દિવસ હશે અને ત્યારે ડ્રેસ કોડમાં ઇન્ડિયન ફોર્મલ પહેરવાની સલાહ આપવામાં આવી છે.

14 મી જુલાઈ, 2024,રવિવારએ વેડિંગ રિસેપ્શન હશે અને ડ્રેસ કોડમાં છટાદાર ઈન્ડયન આઉટફિટ પહેરવાની સલાહ આપવામાં આવે છે.

વેડિંગના ત્રણેય ફંકશન BKCમાં Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. જેમ જેમ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, લોકો આ વખતે જૂની પરંપરાઓને કેવી રીતે નિભાવવામાં આવે છે તે જોવા માટે ઉત્સુક છે, જે ઈન્ડયન વેડિંગ માટે ટ્રેન્ડ સેટ કરશે.

Panchayat 3 : પંચાયત ફેમ સાંવિકા ઉર્ફે રિંકી કોણ છે?