Munawar Faruqui : બિગબોસ 17 વિજેતા મુનાવર ફારુકીની નેટવર્થ જાણો
મુનવ્વર ફારુકી ફેમસ સ્ટેન્ડ-અપ કોમેડિયન અને રેપર છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે.
તે બિગ બોસ 17માં સ્પર્ધક તરીકે દેખાયા પહેલા, તેણે કંગના રનૌતના શો લોકઅપની પ્રથમ સીઝનની ટ્રોફી જીતી હતી.
મુનવ્વર ફારુકીની મુખ્ય આવક સ્ટેજ શો અને મ્યુઝિક વીડિયોમાંથી આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોમેડિયન પ્રતિ શો 3-4 લાખ રૂપિયા ચાર્જ લે છે.
તે તેની યુટ્યુબ ચેનલથી દર મહિને 8 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તેમજ ઈન્સ્ટાગ્રામ પર મુનવ્વર ફારુકીની દરેક પોસ્ટ માટે તેને 15 લાખ રૂપિયાથી વધુ મળે છે.
મુનવ્વર ફારુકીની નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોમેડિયન મુનવ્વર ફારુકીની વર્ષ 2023 સુધીમાં લગભગ 8 કરોડ રૂપિયાની નેટવર્થ હોવાનો અંદાજ છે. ઉપરાંત જો રિપોર્ટ્સનું માનીએ તો તેને બિગ બોસના દરેક સપ્તાહ માટે 8 થી 10 લાખ રૂપિયા મળી રહ્યા હતા.
મુનવ્વર ફારુકીની નેટવર્થ
આ ઉપરાંત, તાજેતરમાં મુનવ્વર ફારુકીને બિગ બોસ 17 માં વિજેતા થતા તેને ₹ 50 રોકડા, ટ્રોફી અને હ્યુન્ડાઇ ક્રેટા મળી છે.
આ પણ વાંચો:
Sobhita Dhulipala : શોભીતા ધુલીપાલાનું હોલીવુડમાં ડેબ્યુ, મંકીમેનમાં જોવા મળશે