નાગા ચૈતન્ય : અંગત લાઇફ હંમેશા ચર્ચામાં, જાણો ઘણું બધું...
સાઉથ અભિનેતા નાગા ચૈતન્ય મેગા સ્ટાર નાગાર્જુનના પુત્ર છે. નાગા ચૈતન્યનો જન્મ 23 નવેમ્બર, 1986 ના રોજ થયો હતો
તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતિપ્રાપ્ત નાગા ચૈતન્યએ વર્ષ 2009 માં જોશ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.
વર્ષ 2017માં અભિનેત્રી સામંથા રૂથ સાથે નાગા ચૈતન્ય લગ્ન બંધનથી જોડાયો હતો. જોકે ગત વર્ષે બંને અલગ થઇ ગયા છે.
નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય અને અભિનેત્રી સામંથાના લગ્ન ગોવામાં 6 ઓક્ટોબર 2017 ના દિવસે ભારે ધામધૂમથી થયા હતા
મીડિયા રિપોર્ટ અનુસાર નાગા ચૈતન્ય અંદાજિત 154 કરોડની સંપત્તિના માલિક છે. અંદાજે વાર્ષિક આવક 25 કરોડ જેટલી છે.
નાગા ચૈતન્યને વાહનોનો ભારે શોખ છે. નાગા ચૈતન્ય પાસે દુનિયાની મોંઘી મોંઘી કાર અને બાઇકનું મોટું કલેકશન છે.
એવું કહેવાય છે કે અભિનેત્રી શોભિતા ધુલિપાલા અને નાગા ચૈતન્યના સંબંધને પગલે સામંથા રૂથ સાથેનું લગ્ન ભંગાણ થયું છે
નાગા ચૈતન્ય અને શોભિતાએ એમના સંબંધોને નકારી રહ્યા છે પરંતુ મીડિયામાં બંને અવારનવાર આ મુદ્દે ટોક ઓફ ધ ટાઉન બનતા રહે છે.