Naga Chaitanya Wedding : નાગા ચૈતન્ય શોભિતા ધુલીપાલા ટૂંક સમયમાં લગ્ન કરશે, વેડિંગ લોકેશન કયું હોઈ શકે? જાણો

Aug 28, 2024, 11:38 AM

નાગા ચૈતન્ય તાજતેરમાં એકટ્રેસ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી છે અને તે બન્ને ખુબજ ખુશ છે, કપલે સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

અક્કીનેની નાગા ચૈતન્ય (Akkineni Naga Chaitanya) એક ઇન્ડિયન એક્ટર છે, જે મુખ્યત્વે તેલુગુ મુવીઝમાં કામ કરે છે. નાગાએ વર્ષ 2017માં અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા.

નાગા ચૈતન્ય અને સમંથાના લગ્નના 4 વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેમના છૂટાછેડાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ નાગાએ 8 ઓગસ્ટ 2024 ના રોજ અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી અને કપલ ટૂંક સમયમાં લગ્ન કરશે એવા મીડિયા અહેવાલો છે.

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન નાગાએ શોભિતા સાથેના તેના સંબંધો વિશે ખુશીથી ખુલીને વાત કરી હતી. રિપોર્ટ અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે એક્ટર લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરશે.

એકટર કહે છે , 'હું ખૂબ જ ખુશ છું કે હું મારા જીવનસાથીને મળ્યો અને ટૂંક સમયમાં હું લગ્નની તમામ ડિટેલ્સ જણાવીશ.'

નાગા અને શોભિતા ઘણા વર્ષો સુધી ડેટ કરી રહ્યા હતા અને સતત હેડલાઇન્સમાં રહ્યા હતા. જોકે હવે બંનેએ સગાઈ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા અને શોભિતા ટૂંક સમયમાં રાજસ્થાન, ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે.

સામંથા અને નાગા ચૈતન્યના 2021માં છૂટાછેડા થઈ ગયા હતા. તેમના છૂટાછેડા પાછળનું કારણ હજુ સુધી સમજાયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથા રૂથ પ્રભુએ કરણ જોહરના શોમાં કહ્યું હતું કે જ્યારે બે લોકો રિલેશનશિપમાં ખુશ ન હોય તો તેમણે અલગ થઈ જવું જોઈએ.

Neha Dhupia Birthday : નેહા ધૂપિયા બર્થ ડે । ટીવીથી એક્ટિંગ કરિયરની શરૂઆત, ઘણા વિવાદોને લીધે પણ ચર્ચામાં, જાણો એકટ્રેસ વિષે