નરગિસ દત્તની યાદમાં રાજ કપૂર દારૂના નશામાં ધૂત રહેતા હતા. તેમજ પોતાની જાતને સિગરેટના ડામ પણ આપતા હતા

May 03, 2024, 01:52 PM

જો કે જ્યારે નરગિસનું મોત થયું ત્યારે તેમણે નરગિસનો અંતિમ વાર ચહેરો પણ જોયો ન્હોતો

પ્યાર હુઆ ઇકરાર હુઆ ગીતમાં નરગિસ અને રાજ કપૂરનો જોરદાર રોમાન્સ લોકો આજે પણ જુએ છે

પ્રાપ્ત વિગત અનુસાર, નરગીસની માતા જદ્દનબાઈએ એક શરત મૂકી હતી કે ફિલ્મના પોસ્ટરમાં પુત્રીનું નામ કામિની કૌશલ અને નિગાર સુલતાનાના નામ પર રાખવામાં આવે. તેમના માટે મહેનતાણું 10 હજારથી વધારીને 40 હજાર રૂપિયા કરવાની શરત પણ મૂકવામાં આવી હતી

આ પછી નરગિસ અને રાજની મિત્રતા બંધાઇ અને ધીમે-ધીમે પ્રેમમાં ફરેવાઇ. બંનેએ સાથે ઘણી સુપરહિટ મુવી આપી છે

નરગિસ દત્ત અને રાજ કપૂર રિયલ લાઇફમાં બેપનાહ પ્રેમ કરતા હતા.જો કે રાજકપૂર પહેલાથી પરિણીતી હતા. સાથે તેઓ 5 બાળકોના પિતા પણ હતા

જો કે રાજ કપૂર નરગિસને તેની સાથે રહેવા માટે વચન આપતા હતા. પરંતુ નરગિસ દત્તે 9 વર્ષ સુધી રાજ કપૂર સાથે રિલેશનમાં રહ્યા પછી તેને છોડ઼ી દીધા હતા

આ પછી મધર ઇન્ડિયાની શૂટિંગ દરમિયાન નરગિસ દત્ત અને સુનીલ દત્તની મુલાકાત થઇ હતી. ત્યારબાદ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા અને 1958માં લગ્ન કર્યા

મીડિયા અહેવાલ અનુસાર, નરગિસના લગ્ન પછી રાજ કપૂર દારૂના નશામાં ધૂત રહેતા હતા. એવું કહેવાય છે કે, રાજ કપૂર નરગિસને એ હદે પ્રેમ કરતા હતા તેણે આરકે સ્ટુડિયોમાં સ્થિત તેના રૂમને ઘણા વર્ષો સુધી એક્ટ્રેસ જે રીતે છોડીને ગઇ હતી તે રીતે રહેવા દીધો હતો. રાજ કપૂરને આશા હતી કે એક દિવસ નરગિસ તેની પાસે પાછા આવશે, પરંતુ એવું થયું નહીં