ક્રિકેટર હાર્દીક પંડ્યા (Hardik Pandya) ની વાઈફ નતાશાએ તાજતેરમાં એક પોસ્ટ રીસ્ટોર કરી હતી.
હાર્દિક પંડ્યા અને વાઈફ નતાશા સ્તાનકોવિક (Natasa Stankovic) છેલ્લા ઘણા દિવસથી ખુબજ ચર્ચમાં છે એવી પણ અફવા છે કે કપલ વચ્ચે કંઈક સારું નથી અને તેઓ ટૂંક સમયમાં ડિવોર્સ પણ લઇ શકે છે.
પરંતુ બધી અફવાઓ વચ્ચે નતાશાએ પતિ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્નની તસવીરો ફરી પોસ્ટ કરી તેના ચાહકોને ખુશ કર્યા હતા.ચર્ચામા રહેલ નતાસા સ્ટેન્કોવિક વિષે આટલું જાણો
નતાસા સ્ટેન્કોવિકનો જન્મ 4 માર્ચ 1992 સર્બિયામાં થયો હતો. ભારતમાં સ્થિત એક સર્બિયન ડાન્સર, મોડેલ અને એકટ્રેસ છે. એકટ્રેસે પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત રાજકીય ડ્રામા સત્યાગ્રહથી બોલીવુડની ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.
એકટ્રેસ નતાસા બિગ બોસ 8 માં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે નચ બલિયે 9 માં પણ જોવા મળી હતી.
એકટ્રેસ નતાસાએ વર્ષ 2012 માં એકટિંગની દુનિયામાં કરિયર બનાવવા માટે ભારત આવી. તેના કરિયરની શરૂઆત જ્હોન્સન એન્ડ જોન્સન બ્રાન્ડ માટે મોડેલ તરીકે કરી હતી.
કપલ હાર્દિક અને નતાસા વર્ષ 2020 માં પેંડેમીક દરમિયાન લગ્ન કર્યા હતા, કપલના પુત્ર અગસ્ત્ય પંડ્યાને જન્મ આપ્યાના થોડા મહિના પહેલા, ગયા વર્ષે ઉદયપુરમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો. કપલએ ત્રણ દિવસની લાંબી લગ્નની ઉજવણી કરી હતી.