નેહા કક્કર (Neha Kakkar) દેશની પોપ્યુલર સિંગરમાંની એક છે, સિંગરના ચાહકો પણ ઘણા છે. નેહાએ તાજતેરમાં લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો, સુપરસ્ટાર સિંગર 3 માં જજ તરીકે જોવા મળે છે. તેણે બાળકો સાથે બર્થ ડે સેલિબ્રેશન કર્યો હતો.
નેહા કક્કર સિંહ જન્મ 6 જૂન 1988 માં થયો હતો તે એક ઇન્ડિયન પ્લેબેક સિંગર છે. નેહા પ્લેબેક સિંગર ટોની કક્કર અને સોનુ કક્કરની નાની બહેન છે. તેણે ખૂબ જ નાની ઉંમરે ધાર્મિક કાર્યક્રમોમાં પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું.
વર્ષ 2005 માં, સિંગિંગ રિયાલિટી શો, ઇન્ડિયન આઇડોલની બીજી સીઝનમાં ભાગ લીધો હતો. તેણે મીરાબાઈ નોટ આઉટ ફિલ્મમાં કોરસ ગાયિકા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
નેહા કક્કરના બર્થ ડેનું પ્રિ બર્થ ડે સેલિબ્રેશન થયું હતું. સુપરસ્ટાર સિંગર 3 મેકર્સ અને સ્પર્ધકોએ તેને ‘બર્થડે સ્પેશિયલ’ એપિસોડ ડેડિકેટ કરીને સિંગરને સરપ્રાઈઝ આપી હતી.
નેહા કક્કરએ મેકર અને સ્પર્ધકોના સરપ્રાઈઝથી નેહા ખુબજ પ્રભાવિત થઇ છે. સુપરસ્ટાર સિંગર 3 જજે આ ખાસ સરપ્રાઈઝ માટે દરેકનો આભાર વ્યક્ત કર્યો છે અને પોસ્ટ પણ શેર કરી છે.
તેના અંગત જીવનની વાત કરીએ તો, નેહા કક્કરે પંજાબી સંગીત કલાકાર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે . આ દંપતીએ 24 ઓક્ટોબર, 2020 ના રોજ દિલ્હીમાં ભવ્ય સેટઅપમાં લગ્ન કર્યાં હતા.
વર્કફ્રન્ટની વાત કરીયે તો નેહાએ સેકન્ડ હેન્ડ જવાની, સની સની, લંડન ઠુમકડા, કર ગયી ચૂલ, કાલા ચશ્મા, ગર્મી અને અન્ય ઘણા હિટ ગીતો ગાયા છે.
અત્યાર સુધી, ગાયકે અસંખ્ય ટેલિવિઝન સિંગિંગ રિયાલિટી શો જેવા કે સા રે ગા મા પા લ’ઈલ ચેમ્પ્સ 2017, ઈન્ડિયન આઈડોલ સીઝન 10, સીઝન 11, સીઝન 12, સુપરસ્ટાર સિંગર 3 અને ઘણા શો જજ કર્યા છે.