જાન્યુઆરી 2023નું ત્રીજું અઠવાડિયું દર્શકો માટે મનોરંજનથી ભરપૂર છે.
Jan 17, 2023
Mansi Bhuva
આ વર્ષે અત્યાર સુધીમાં ઘણી શાનદાર ફિલ્મો અને શ્રેણીઓ દર્શકોનું મનોરંજન કર્યું છે. ત્યારે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પણ OTT પર દર્શકોનું મનોરંજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ZEE5 પર 20 જાન્યુઆરીના રોજ ATM વેબ સીરિઝ રિલીઝ ધૂમ મચાવશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના સ્ટારર મિશન મજનૂ નેટફ્લિક્સ પર 20 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
મિશન મજનૂ બાદ ઇન્દુ સિઝન 2 20 જાન્યુઆરીના રોજ હોઇચોઇ પર સ્ટ્રીમ થશે.
આગામી વેબ સીરિઝ વોર ઓફ વુમન 19 જાન્યુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ છત્રીવાલી ZEE5 પર 20 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
બેક સ્ક્વોડ સીઝન 2 20 જાન્યુઆરીના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
ઝાંસી સીઝન 2 ડિઝની હોટસ્ટાર પર 19 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
બ્લિંગ એમ્પાયર: ન્યૂયોર્ક વેબ સીરિઝ નેટફ્લિક્સ પર 20 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
ફૌદા સિઝન 4 પણ 20 જાન્યુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
આગામી સીરિઝ Kaapa 19 જાન્યુઆરીના રોજ નેટફ્લિક્સ રિલીઝ થશે.