Nov 13, 2024

Nimrat Kaur | નિમરત કૌર આ એક્ટર સાથે સ્કાય ફોર્સમાં દેખાશે, સ્કાય ફોર્સ 2025 માં થશે રિલીઝ

Shivani Chauhan

નિમરત કૌર

બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌરે (Nimrat Kaur) તેના મજબૂત અભિનય કૌશલ્યથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. એક દાયકાથી વધુના સમયથી તે ફિલ્મ કરિયરમાં છે.

Source: social-media

નિમરત કૌરે સ્કાય ફોર્સ

અભિનેત્રી આગામી પીરિયડ એરિયલ ડ્રામા 'સ્કાય ફોર્સ'નો ભાગ બની ગઈ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સારા અલી ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે.

Source: social-media

નિમરત કૌર ફિલ્મ

રિપોર્ટ અનુસાર તે આવતા વર્ષે રિલીઝ થનારી બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સ્કાય ફોર્સ'માં અક્ષય કુમાર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.

Source: social-media

નિમરત કૌર અક્ષય કુમાર

જો રિપોર્ટ સાચો સાબિત થશે તો અક્ષય અને નિમરત 8 વર્ષ પછી મોટા પડદા પર સાથે જોવા મળશે. આ પહેલા બંને 2016ની ફિલ્મ 'એરલિફ્ટ'માં સાથે જોવા મળ્યા હતા.

Source: social-media

નિમરત કૌર મુવીઝ

નિમરત કૌર ફિલ્મોમાં તેના દમદાર રોલ માટે જાણીતી છે. 'ધ લંચબૉક્સ'માં તેના શાનદાર અભિનયથી લઈને 'એરલિફ્ટ'માં તેની કમાન્ડિંગ ભૂમિકા અને 'સાજિની શિંદે કા વાયરલ વીડિયો' માં જોવા મળી હતી.

Source: social-media

સ્કાય ફોર્સ સ્ટોરી

નિમરત 'સ્કાય ફોર્સ'માં મહત્વની ભૂમિકા ભજવશે. જો અહેવાલોનું માનીએ તો, અક્ષય કુમાર, સારા અલી ખાન, વીર પહાડિયા અને નિમરત કૌર અભિનીત દિનેશ વિજનની 'સ્કાય ફોર્સ' 2025 ના ગણતંત્ર દિવસના સપ્તાહના અંતે થિયેટરોમાં આવશે.

Source: social-media

સ્કાય ફોર્સ ટ્રેલર

સ્કાય ફોર્સ'ના ટ્રેલરની માહિતી પણ સામે આવી છે. રિપોર્ટ મુજબ ફિલ્મનું ટ્રેલર ક્રિસમસ 2024 પર રિલીઝ થવા જઈ રહ્યું છે, ત્યારબાદ એક મહિના સુધી પ્રચાર અભિયાન ચાલશે.

Source: social-media

Sharvari Wagh | શર્વરી વાઘ ટ્રેન્ડીંગ ટ્રેડિશનલ લુક વેડિંગ સીઝન માટે પરફેક્ટ

Source: social-media