Nora Fatehi Birthday : એકટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી બર્થડે, તેની કેટલીક જાણી અજાણી વાતો
Shivani Chauhan
નોરા ફતેહી બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ છે. નોરા ફતેહીનો જન્મ 6 ફેબ્રુઆરી 1992 માંજન્મ કેનેડાના ટોરોન્ટોમાં થયો હતો. તે સારી ડાન્સર છે.
Source: social-media
અભિનેત્રી સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શો, "બિગ બોસ 9" માં તેના કાર્યકાળથી પ્રસિદ્ધિ મેળવી હતી.
ત્યારબાદ નોરાએ માટે પાછું વળીને જોયું નથી. તેણે તેની કારકિર્દીમાં ઘણી સફળતા હાંસલ કરી છે. તે ફિલ્મ માટે તગડી ફી લે છે, અહીં જાણો
તે એક ફિલ્મ માટે લગભગ 1 કરોડ રૂપિયા જ્યારે એક આઈટમ સોંગ માટે 50 લાખ રૂપિયા લે છે. નોરાની 15 થી 20 ટકા આવક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ આવે છે.
નોરા હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં જોવા મળી છે. જો તેની પર્સનલ લાઈફની વાત કરીયે તો નોરા ફતેહી અને આર્યન ખાન રિલેશનશિપમાં હોવાની અફવા છે.
32 વર્ષીય નોરા ફતેહીએ હિન્દી ફિલ્મ ""Roar: Tigers of the Sundarbans"" થી અભિનયની શરૂઆત કરી હતી.
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખુબજ એકટીવ રહે છે અને પોતાના યુનિક ફોટોઝ શેર કરે છે, અહીં જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર તે 46 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
Source: social-media
નોરા ફતેહીની અપકમિંગ ફિલ્મ ""ક્રેક, જીતેગા તો જીયેંગા"" છે આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ, નોરા ફતેહી, એમી જેક્સન અને અર્જુન રામપાલ છે. ફિલ્મ 23 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે.
આ પણ વાંચો:nnShraddha Kapoor : શું શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં લગ્ન કરશે ?