બોલિવૂડ ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી 

Feb 10, 2023

Mansi Bhuva

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી દુબઈમાં તેનો 31મો જન્મદિવસ સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફરી છે.

દુબઇમાં મોજ માણતી નોરા ફતેહી

નોરા ફતેહી દુબઈમાં તેનો 31મો જન્મદિવસ મિત્રો સાથે સમુદ્રની વચ્ચે ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

પાર્ટીના ઘણા વીડિયો વાયરલ થયા હતા જેમાં નોરા શાનદાર ડાન્સ કરતી જોવા મળી હતી.

નોરાએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરવનથી કરી હતી. 

નોરાએ બિગ બોસ સીઝન 9માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. તેને 84માં દિવસે બિગ બોસના ઘરમાંથી બહાર કરવામાં આવી હતી.

ચાહકો નોરા ફતેહીની ફ્રી સ્ટાઇલ અને ડાન્સ મૂવ્સના દિવાના છે.

અભિનેત્રી માત્ર 5000 રૂપિયા લઈને કેનેડાથી ભારત આવી હતી, અને આજે તે કરોડોની સંપત્તિની માલિકી ધરાવે છે.