હેપી બર્થડે નોરા ફતેહી

Feb 06, 2023

Mansi Bhuva

બોલિવૂડ ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી ખુબ ચર્ચામાં રહે છે. 

નોરા ફતેહી આજે (6 ફેબ્રુઆરી) પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. નોરાનો જન્મ 6 ફેબ્રુઆરી 1992ના રોજ ટોરોન્ટોમાં થયો હતો.

અભિનેત્રીએ પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી દીધા છે. તેના દરેક ડાન્સ સોંગ રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. 

નોરા બોલિવૂડમાં દિલબર ગર્લ તરીકે જાણીતી છે. તેમનું આ ગીત આખી દુનિયામાં છવાયું હતું.

નોરાએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરવનથી કરી હતી.

નોરાએ બિગ બોસ સીઝન 9માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. તેને 84માં દિવસે બિગ બોસના ઘરમાંથી બહાર કરવામાં આવી હતી.

ચાહકો નોરા ફતેહીની ફ્રી સ્ટાઇલ અને ડાન્સ મૂવ્સના દિવાના છે.

અભિનેત્રી માત્ર 5000 રૂપિયા લઈને કેનેડાથી ભારત આવી હતી, અને આજે તે કરોડોની સંપત્તિની માલિકી ધરાવે છે.